વડોદરા શહેરમાં રહેતા અને ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાની સૂચના પોલીસ કમિશનરશ્રી નરસિમ્હા કોમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશન શ્રી મનોજ નિનામા સાહેબ નાઓ તરફથી મળેલ હોય, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીશ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપીશ્રી એચ.એ.રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમો ગુનાઓના કામે નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સતત કાર્યશીલ હતી.
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.ડી.તુવેરનાઓની દોરવણી હેઠળ પોલીસ.સબ.ઇન્સ્પેક્ટરશ્રી એ.જી.રાઠવા ટીમના માણસો સાથે મિલકત સંબંધી ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને શોધીખોળ દરમિયાન સદર ટીમને મળેલ બાતમી આધારે ભદ્ર કચેરી રોડ ચાબુક સવાર મહોલ્લા પાસેથી ઈસમ નામે રિઝવાન ઉર્ફે અલી રહેમાનમિયા શેખ ઉં.વ 35, રહે, યાકુતપુરા ભોઇવાડા વડોદરા તથા મહેબુબપુરા નવાપુરા વડોદરાને શોધી કાઢી સદર ઈસમની સઘન પૂછપરછ દરમ્યાન અને ખાત્રી તપાસ દરમિયાન સદર ઇસમ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ખોટા નામથી કરેલ ઠગાઈના ગુનામાં સડોવાયેલ હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે છેલ્લા ચાર માસથી નાસ્તો ફરતો હોવાની હકીકત જણાઇ આવતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે જી.પી.રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે
હાલ પકડાયેલ આ આરોપી રીઝવાન ઉર્ફે અલી શેખ જે.પી. રોડ પો.સ્ટેમાં નોંધાયેલ ગુનાની વિગત જોતા આ ગુનાના ફરિયાદીએ જણાવેલ કે આરોપીઓ મનીષા ચોકડી ખાતે બે અજાણ્યા ઇસમો આવી તેઓ બેંક ફાઇનાન્સ એજન્ટ નહીં હોવા છતાં તેઓ પોતે બેંક ફાઇનાન્સના એજન્ટ હોવાની ખોટી હકીકત ફરિયાદીને જણાવી ફરિયાદીની મોટર સાયકલના હપ્તો બાઉન્સ થયેલાનું જણાવી ફરિયાદીની હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા કિં. રૂ. 50,000 ની લઈ જતા જેથી ફરિયાદીએ તપાસ કરતા આરોપીઓ દ્વારા સિઝની કોઈ કાર્યવાહી નહીં થયેલ હોવાનું અને ફરિયાદી સાથે ઠગાઈ થયેલાનું જણાવેલ આ ગુનાની તપાસ દરમિયાન સદર આરોપી જવાનું તેમ જ આ ગુનામાં દારૂ પી પોલીસ પકડ ટાળવા માટે છેલ્લા ચાર માસની નાસ્તો ફરતો હતો.
રિઝવાન ઉર્ફે અલી રહેમાનમિયા શેખ રહે, યાકુતપુરા ભોઈવાડા વડોદરા તથા મહેબુબપુરા નવાપુરા વડોદરા
સંડોવાયેલ અને નાસ્તા ફરતા રહેલ ગુનાની વિગત
જે.પી રોડ, પોલીસ સ્ટેશન ગુ.ર.નં 11196008240058 / 2024 ઇ.પી.કો કલમ 419,420,114 મુજબ
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
આરોપી રીઝવાનો રહેમાનમિયા શેખ અગાઉ એક વખત ચોરીના ગુનામા, બે વખત પ્રોહીબિશનના ગુનામાં અને એક વખત જાહેરનામાના ગુના મળી કુલ ચાર ગુનામાં પકડાયેલ છે
આ સફળ કામગીરી કરવામાં જોડાયેલ કર્મચારીઓ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી.જાડેજા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એચ.ડી.તુવર સાહેબ તથા પોલીસ સબ ઇન્સશ્રી એ.જે.રાઠવા સાહેબ તથા પોલીસ.સબ.ઇન્સશ્રી સી.ડી.યાદવ સાહેબ તથા ટીમના અબ્દુલરસીદભાઈ, જશવંતભાઈ, જામસિંહ, બિલાલભાઈ જોડાયેલ હતા