તારો પતિ મારી મેટરમાં વચ્ચે કેમ પડયો કહી, ઝગડો કર્યો અને માર માર્યો
કુબેરનગરમાં રહેતા પડોશી યુવક મહિલાના ઘરે જઇને તારો પતિ મારી મેટરમાં વચ્ચે કેમ પડયો કહીને ઝગડો કર્યો હતો અને યુવતીને માર મારીને કપડાં પણ ફાંડી નાંખ્યા હતા અને તારી પુત્રીનો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
હું વિમા પોલીસીનું ઇન્વેસ્ટીગેશનનું કામ કરું છું. તારા કાચા ચિઠ્ઠા બહાર પાડીને તને કામ કરવા નહી દઉં કહી ધમકી આપી
સરદારનગર વિસ્તારમાં કુબેરનગર ખાતે રહેતા ૩૮ વર્ષના યુવકે પડોશમાં જ તેના કાકાના દિકરા સામે ફરિયાદ નોધાવી છે કે બે દિવસ પહેલા કાકાના મકાનમાં ફર્નીચરનું કામ ચાલતું હતું જેથી આ કામ બાબતે કાકાના પુત્રને ફર્નીચરવાળા સાથે ઝગડો થયો હતો. જેથી ફરિયાદી વચ્ચે પડયા હતા અને ઝઘડો શાંત કરાવ્યો હતો. ત્યારબાદ આરોપી યુવકના ઘરે ગયો હતો જો કે તે સમયે ફરિયાદી યુવક ઘરે હાજર ન હતા.
જેથી યુવકે ફરિયાદીની પત્નીને તારો ઘરવાળો મારી મેટરમાં કેમ પડયો હતો તેમ કહીને ગાળો બોલીને ઝગડો કર્યો હતો અને યુવકની પત્નીને માર મારી કપડાં ફાડી નાંખ્યા હતા અને તારી પુત્રીનો મે વીડિયો બનાવ્યો છે તે વાયરલ કરી દઇશ કહીને છેડતી કરી હતી. બુમાબુમ થતા આસપાસના અને પરિવારના લોકો એકઠા થઇ ગયા હતા જતા જતા હું વીમા પોલીસીનું ઇન્વેસ્ટીગેશનનું કામ કરું છું. તારા કાચા ચિઠ્ઠા બહાર પાડી દઇશ અને તને કામ નહીં કરવા દઉં તેવી ધમકી આપી હતી.