વડોદરા શહેરમાં રહેતા અને ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાની સૂચના પોલીસ કમિશનરશ્રી નરસિમ્હા કોમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશન શ્રી મનોજ નિનામા સાહેબ નાઓ તરફથી મળેલ હોય, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીશ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપીશ્રી એચ.એ.રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમો ગુનાઓના કામે નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સતત કાર્યશીલ હતી. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઠગાઈના ગુનામાં ફરિયાદીએ ફરિયાદમા જાહેર કરેલ કે આ કામના આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં મોજે આણંદ જિલ્લાના રિંઝા ગામની સીમમાં આવેલ ૭૦૦ વીઘા જેટલી જમીનો સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત જે.કે.સ્વામી ખરીદવા માગતા હોય મીડિયેટર તરીકે ઉભા રહી સ્વામીજીને જમીનો આપવાની અને સોદામાં જે ફાયદો થાય તે સરખે ભાગે વેચી લેવાના બહાને જમીનમાં મૂડીનું રોકાણ કરાવી તે રકમ મેળવ્યા બાદ દસ્તાવેજ નહીં કરી આપવાના અંગેનું સુનિયોજિત કાવતરું રચી કાવતરના ભાગરૂપે શને ,૨૦૧૬ માં ફરિયાદીને તે જમીન વેચવા અંગેની વાત કરી ૭૦૦ વીઘા જમીનોની વેચાણ અવેજની રકમ મળે તે મુજબ ખેડૂતો પાસેથી જમીનના દસ્તાવેજ કરાવી આપવાની જવાબદારી સ્વીકારી એક વીઘાની કિંમત 10 લાખ રૂપિયા હોવાની વાત જે.કે.સ્વામીને જણાવી એક વીઘા નો ભાવ રૂપિયા 5,80,000 માં રાખવાનું નક્કી કરી વેચાણ કરેલ જમીનના રૂપિયા 1,20,75000 તથા જે.કે.સ્વામી, સ્નેહલભાઈ, વિવેકભાઈ અને દર્શન શાહ એ રૂપિયા 50 લાખ ફરિયાદી પાસેથી મેળવી બાદમાં જમીનના વેચાણ નહીં કરી આપી રું 1,70,75,000 પરત નહીં આપેલ તથા બાકીના રૂપિયા 84,25000/- તેમજ સ્નેહલભાઈ ને આપેલ રૂપિયા 50,00,000 મળી કુલ રૂપિયા 1,34,25,000 લેવાના નીકળતા હોય જે આજ દિન સુધી ફરિયાદીને પરત નહીં કરી પૂર્વ આયોજિત કાવતરના ભાગરૂપે ગુનાહિત છેતરપિંડી કરેલ છે.
ઉપરોક્ત ગુનાઓમાં સંડોવાયેલ
આરોપીઓ પૈકીના આરોપી ભરત ઉર્ફે દર્શન મનજીભાઈ ગઢાદરા રહે શ્રીહરિ કોમ્પલેક્ષ આજવા રોડ વધુ ગ્રામ નો હોય આ આરોપીની સુરત પોલીસ તપાસમાં હોય અને આરોપી અંગે ક્રાઈમ બ્રાન્ચને જાણ કરતા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર જી જાડેજા તથા પોલીસ ઇન્સ એચડી તુવેરનાઓની દોરવણી હેઠળ સબ ઇન્સ આર એન બારૈયા તથા ટીમે આરોપી અંગે ખાતે તપાસ કરી મોડી રાત્રિના સમયે આરોપીના આજવા રોડ ખાતેના સરનામેથી આરોપી ભરત ઉર્ફે દર્શન મનજીભાઈ ગઢાદરા ને શોધી કાઢી સુરત પોલીસને વધુ તપાસ માટે સોપેલ છે
આ સફળ કામગીરીમાં વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી.તુવેર નાઓની દોરવણી હેઠળ પો.સબ.ઇન્સ આર.એન.બારૈયા ટીમના ધર્મેન્દ્રસિંહ, મોહિતરાજસિંહ, મયુરસિંહ, રજનીકાંત, ઉદયસિંહ, રાજદીપસિંહ જોડાયેલ હતા