બાપોદ જકાતનાકા વિસ્તારમાં પોલીસે એક મકાનમાં દરોડો પાડી વિદેશી શરાબનો મોટો જથ્થો તેમજ ડિલિવરી માટેની કાર કબજે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
બાપોદ જકાતનાકા પાસે વુડાના મકાનમાં રહેતો ભાવેશ ચંદ્રકાંત રાજપુત મકાનમાં દારૂનો મોટો જથ્થો સંતાડી કારમાં હેરાફેરી કરતો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો હતો.
પોલીસે ઉપરોક્ત સ્થળેથી નરેન્દ્ર ઉર્ફે ભર્યો રમેશભાઈ પરમાર (કિશનવાડી, વુડાના મકાનમાં) ને ઝડપી પાડી એનો મોબાઈલ તેમજ રોકડાનું 3000 કબજે લીધા હતા. પોલીસે ભાવેશના મકાનમાં દરોડો પાડતા અંદરથી 2.35 લાખની કિંમતની વિદેશી શરાબની 1553 નંગ બોટલ મળી આવી હતી. જ્યારે ડિલિવરી માટે રાખેલી કાર પણ કબજે લઈ ભાવેશની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે વારસિયા વિસ્તારમાં બુટલેગર પ્રેમ પહેલવાની અને તેના માણસો પર દારૂ રાખી વેચાણ કરી રહ્યા છે જેથી પીઆઇ સી.બી.ટંડેલની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા પ્રેમ સેવકરામ પહેલવાની (રહેવાસી એસ.કે કોલોની) તથા મનોજ નારાયણદાસ લાલવાણી (રહેવાસી રામાપીર મોહલું વારસિયા) મળી આવ્યા હતા. બંનેના મોપેડની ડીકીમાંથી પોલીસે વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન નંગ 50 કિંમત રૂપિયા 14,800 નો જથ્થો કબજે કર્યો હતો. તે ઉપરાંત પોલીસે દારૂ વેચાણના રોકડા 24,760 ત્રણ મોબાઈલ અને બે મોપેડ મળી કુલ 2.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દારૂ અને બિયરનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ દારૂ બુટલેગર લાલચંદુરભાઈ લાલો હીમનદાસ ખાનારી પાસે મંગાવ્યો હતો. જેણે બંને ઉર્ફે વિવેકનો કોન્ટેક્ટ કરી મેળવી લેવાનું કહેતા અમે બંનેનો સંપર્ક કરી દારૂ મંગાવ્યો હતો. જેથી પોલીસે બન્નેને વોન્ટેડ જાહેર કર્યા છે.