શહેરના ન્યૂ વિઆઈપી રોડ પર માણેક પાર્ક સોસાયટીમાં રહેતા અક્ષય રજનીકાંત રાણાએ નોંધાવેલી ફરિયાદ
વડોદરા શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર રહેતા યુવકની બે કાર સેલ્ફ ડ્રાઈવના બહાને એક શખસ લઈ ગયો હતો. જેનું શરૂઆતમાં નિયમિત ભાડું પણ ચૂકવ્યું હતું. પરંતું ભાડું આપવાનું બંધ કરી દેતા કાર માલિકે વારંવાર ફોન કરી ભાડું અને કારની માગણી કરી હતી. ત્યારે એક કાર પરત આપી હતી. પરંતુ અન્ય કાર બારોબાર ત્રીજી વ્યક્તિ પાસે ગીરવી મૂઠ્ઠી દીધી હતી. આ વ્યક્તિ પાસે કાર માગતા તે શખસ માલિક પાસે રૂપિયાની માગણી કરતો હતો. જેથી કાર માલિકે બે શખસ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.