ગાધીનગર મહાનઞર પાલિકાના સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતાના ભાગરુપે મહાનગર પાલિકા દ્વારા સેકટર પ ખોડીયાર મંદિર પટાગણમા જનજાગૃતિ અભિયાન કાયૅક્રમ યોજાયેલ હતો.
સદરહુ કાયૅક્રમમા સેકટર પની સેવાકીય સંસ્થાઓ યોગ પરિવાર સેકટર પ વસાહત મંડળ અને સિનિયર સિટીઝઝન સેવા મંડળ સહભાગી થઈ જોડાયેલ હતી.
આ કાયૅક્રમમા અતિથિ વિષેશ મહેમાનો મહાનગર પાલિકાના સેનીગેશન સુપ્રિટેન્ડેન્ટ અધિકારી શ્રી સંદિપસિહ ગોહિલ અને કેશરીસિહ બિહોલા પ્રમુખ ગાધીનગર શહેર વસાહત મહાસંધ ખાસ ઉપસ્થિત રહયા હતા. અને શહેરને પ્લાસ્ટિક મુકત કરવા પોતાના વિસ્તારમા શેરી મોહલ્લામાં સ્વચ્છતા જાળવવા અને આડેધડ જાહેર રોડ, રસ્તા પર કચરો, ન ફેકવા અને પયૉવરણ જાળવવા પ્રદુષણ ડામવા મહાનગર પાલિકામા કાયૅક્રમોમા જોડાઈ સહભાગી થવા અપીલ કરી હતી.સંદિપસિહ ગોહીલે ઉપસ્થિત વસાહતીઓ યોગ પરિવારના સભ્યો સિનિયર સિટીઝનોને સ્વચ્છતા જાળવવા અને સહભાગી થવા દરેકને શપથ લેવડાવ્યા હતા.
આ કાર્યક્રમમાં યોગ પરિવાર અગ્રણીઓ સુરેન્દૃસિહ વાધેલા, પ્રો નટુભાઈ પટેલ, પી.વી.જેઠવા સેકટટર પ વસાહત મંડળના પ્રમુખ આર.જી.દવે, મહેન્દૃભાઈ પારેખ, જગદીશભાઈ પટેલ, બાબુભાઈ પ્રજાપતી, કનુભાઈ ત્રિવેદી, રામજીભાઈ સોરઠીયા, વાસુદેવભાઈ સુથાર, વિનોરભાઈ ભટ, જશવંતસિહ રાઠોડ, પ્રવિણસિહ સિસોદીયા, નિલેન્દુભાઈ વૉરા તેમજ મોટી સંખ્યામા વસાહતીઓ સિનિયર સિટીઝનો યોગી મિત્રો કાયૅક્રમમા જોડાયા હતા.
ખાસ આમંત્રિત તરીકે યોગબોડૅના કોઓડીનેટરશ્રી ભાવનાબેન જોષી ઉપસ્તિત રહી શરીરની તંદુરસ્તી અને યોગા વિષે માહિતી આપી જાણકારી આપી હતી. કાયૅક્રમનને સફળ બનાવવા યોગપરિવારના સભ્યો સુરેન્દૃસિહ વાધેલા, મહેન્દૃભાઈ નાઈ, જગદીશભાઈ પટેલ, વિનોદભાઈ ભટ, વાસુદેવભાઈ સુથાર દ્વારા ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ.