બે મહિલા સહિત સાત શખ્સોની અટકાયત કરવામાં આવી
ગાંધીનગર કોર્ટમાં મર્ડર કેસમાં આરોપીઓ સાથે મુદતે આવેલી બે મહિલાઓ પાસેથી છરા-ચપ્પુ જેવા ઘાતક હથિયાર પકડાતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતા સેક-૭ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પકડાયેલી મહિલા પૈકી એક મહિલા મર્ડર ના કેસની આરોપી છે. હથિયાર તેની પાસે રહેલ થેલીમાં સંતવાડવામાં આવ્યા હતા. મોં પરનો પરસેવો લુછવા રૂમાલ નીકાળતા એક છરો નીચે પડતા તેઓનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસની તપાસમાં આરોપીઓ પોતાના સ્વબચાવ માટે હથિયારો લઈને આવ્યા હતા એવું કબૂલ્યું. આ મામલે પોલીસે બે મહિલાની સાથે સાત વ્યક્તિઓની અટકાયત કરી હતી. પહેલી મુદતે આવ્યા ત્યારે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં આરોપીઓને મારવાની ધમકી આપવામાં આવી હતી.
બનાવ આજે બપોરે બન્યો હતો. ચાંદખેડા પોલીસ મથક વિસ્તારમા બે વર્ષ અગાઉ જેમાં ભીખાભાઈ પરમાર નામના શખ્સની હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવ પૈસાની લેતી દેતી મામલે બન્યો હતો. જીમા પરમાર અને નાનું પરમાર વચ્ચે પૈસાની લેતીદેતી મામલે બબાલ ચાલતી હતી. બનાવના દિવસે ભીમા પરમાર ઇકો કાર લઈને નાનું પરમારના ઘરે ઢસી આવ્યો હતો. ત્યારે આ બનાવો બન્યો હતો. આ મામલે હત્યા અને હત્યાનો પ્રયાસ કરવામાં બંને પક્ષી ક્રોસ ફરિયાદ નોંધાવી હતી. જેનો કેસ ગાંધીનગર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. આ કેસની આજે મુદત હતી. જેમાં આરોપીઓ પક્ષે આઠ અને ફરિયાદી પક્ષે નવ વ્યક્તિઓ હાજર રહ્યા હતા. આરોપીઓ અને ફરિયાદી પક્ષ કોર્ટની રૂમની બહાર બેઠેલા હતા ત્યારે એક મહિલા પાસે રહેલી થેલીમાંથી તેને રૂમાલ કાઢ્યો હતો ત્યારે થેલીમાથી છરાજેવું એક હથિયાર નીચે પડ્યું હતું. જે ફરિયાદી પક્ષના લોકોના ધ્યાનમાં આવતા કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગણતરીની મિનિટમાં સેક્ટર-૭ પોલીસ કાફલો ઘટનસ્થળે આવી ગયો હતો. પોલીસે કોર્ટની બહાર બેઠેલી બે મહિલાઓની થેલી ચેક કરતા જેમાં એક છરો અને એક ચપ્પુ જેવા ઘાતક હથિયાર મળી આવતા પોલીસ ચોકી પણ ઉઠી હતી. આ મામલે ડીવાયએસપી ડી.ટી.ગોહિલ સાહેબને કહ્યું કે, લાભુ નનુંભાઇ પરમાર અને બાગુ મુકેશભાઇ પરમાર પાસેની થેલીમાંથી પણ હથિયાર મળી આવ્યા હતા. જેઓએ થેલીમાં કપડાંની અંદર હથિયાર સંતાડ્યા હતાં. કોર્ટની મુદતે આવેલા આરોપીઓ પૈકી સાત જામીન પર મુક્ત હતા. જેમાં રહેલ આકરું પરમાર નામનો શખ્સ પેરોલ પર હતો. પોલીસે બે મહિલા સહિત સાથ શખ્સની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં આ વ્યક્તિઓ સ્વબચાવ માટે હથિયાર લાવ્યા હોવાનું કહેતા હતા. પ્રથમ મુદતમાં આવ્યા ત્યારે ફરિયાદી પક્ષ સાથે તેઓને બોલાચાલી થઈ હતી અને તે સમય તેમને ધમકી આપવામાં આવી હતી.