ગરબા ક્લાસીસમાં મિત્રતા કેળવી યુવકને પ્રેમજાળમાં ફસાવ્યો
અગાઉ કૃષ્ણનગરમાં રહેતા અને હાલ ચાંદખેડા રહેતા 36 વર્ષીય યુવકને નરોડાની યુવતીએ પ્રેમજાળમાં ફસાવીને બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી હતી અને ૧ કરોડ રૃપિયાની ખંડણી માંગીને બદનામ કરવાની ધમકી આપીને હની ટ્રેપમાં ફસાવીને ટુકડે ટુકડે યુવક પાસેથી રૃા. ૧૧ લાખ પડાવ્યા હતા. એટલું જ નહી યુવકે કંટાળીને નરોડાથી મકાન વેચી દીધું હતું. યુવકે તેની પત્નીને ઘટનાની જાણ કરતા પત્નીએ યુવતી અને તેના ભાઈ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાઇ-બહેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી,બદનામ કરવાની ધાક-ધમકી આપતા હતા.તેથી આ યુવક નરૉડામાંથી મકાન વેચી ચાંદખેડા રહેવા ગયા હતા.ત્યાં પણ આ ભાઈ-બહેન વારંવાર ફોન કરી પૈસાની માંગણી કરતા હતા.
પતિએ પત્નીને સંગ્રહ ઘટનાની જાણ કરતા,અગાઉ કૃષ્ણનગરમાં રહેતા અને હાલ ચાંદખેડા રહેતી ૩૪ વર્ષની મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નરોડામાં રહેતી બહેન અને ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલા તેના પતિ સાથે ૨૦૨૩માં ગરબા શિખવા માટે નિકોલમાં આવેલ ગરબા ક્લાસીસ ખાતે જતા હતા. તે સમયે આ યુવતી તેમના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ યુવતી અવાર નવાર ઘરે આવતી હોવાથી પતિ સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ ચાર મહિના પતિ ટેન્શનમાં રહેતો હોવાથી પૂછપરછ કરી ત્યારે જણાવ્યું કે, યુવતી સાથે સંપર્કમાં આવ્યા બાદ તેને પૈસાની જરૃર હોવાથી પ્રથમ રૃા.૧ લાખ આપ્યા હતા. જે પૈસા પરત આપવા માટે યુવતીએ હોટલમાં બોલાવ્યો હતો.
જેથી પતિ હોટલમાં ગયો અને તે પછી યુવતી અવાર નવાર દુષ્કર્મની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી બ્લેક મેઈલ કરીને પૈસાની માંગી રહી હતી. જો પતિ પૈસા આપવાની ના પાડતો તેનુ નામ લખીને આત્મહત્યા કરી લેવાની ધમકી આપતી હતી. જે બાદ હેની ટ્રેપમાં ફલાવીને ટુકડે ટુકડે કરીને કુલ રૃા.૧૧ લાખ રૃપિયા પડાવ્યા બાદ બળાત્કારના ખોટા કેસમાં ફસલાવીને બદનામ કરવાની ધમકી આપીને રૃા.૧ કરોડની ખંડણી માંગી યુવતી તથા તેનો ભાઈ સતત માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. યુવતીના ડરના કારણે ફરિયાદી મહિલાએ નરોડાથી મકાન વેચીને ચાંદખેડા જવું પડયું હતું. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ભાઇ બહેન સામે હની ટ્રેપ અને ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.