પોતે પરણેલા ન હોવાનો ઢોંગ રચી મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવી આઇપીએસ અધિકારીએ મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ.
પોતે પરણેલા ન હોવાનું કહીને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવા ના ગુજરાત પોલીસના કિસ્સા વધી રહ્યા છે. આ શ્રેણીમાં એક આઇપીએસએ ધમાકે દાર એન્ટ્રી મારી છે. આઇપીએસ અધિકારી છે પોતે પાછળ રહી ના જાય તે માટે યુવા મહીલા વકીલને પ્રેમજાળમાં ફસાવી છે.
આ આઇપીએસના કહેવા પ્રમાણે બધું સારું ચાલી રહ્યું હતું પણ વોટ્સેએપ સ્ટેટ્સ ના કારણે એમના પ્રેમ સબંધને ગ્રહણ લાગી ગયુ. તેમના પુત્રના અપાર પ્રેમ એ બોગસ પ્રેમના તાંતણ તુટી ગયા. યુવતીએ બીજે લગ્ન કરી લીધા તો લંપટ આઇપીએસએ તેને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવા માંડયું. આખરે યુવતીએ કંટાળીને સમગ્ર ઘટનાની જાણ તેના ધર્મ પતિને કરી અને સાસરિયાં પક્ષને કરી. એમને હકિકત સમજીને તેની સાથે અત્યાચાર આચનાર આઈપીએસ સામે કડક પગલાં લેવા અને ફરિયાદ કરવા સહકાર આપ્યો અને આ આઈપીએસ પોતાના હોદ્દાના કારણે હજુ પણ મહીલા વકીલ હેરાન કરે છે. ” હું તો આઈપીએસ અધિકારી હોદ્દો ધરાવું છું” મને કોઈનો ડર નથી હવે આ મહિલાએ આ આઈપીએસ અધિકારી સામે ડીજીપી, કમિશ્નનર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, અને વડાપ્રધાન કાર્યાલયમાં લેખીત અને રૂબરૂ ફરિયાદો કરતા આ આઈપીએસ મહારથીના પગ તળિયે થી જમીન સરકી ગઇ છે. ગુનો દાખલ થવાની હજુ શક્યતા નથી કેમ કે આ આઈપીએસ અધિકારી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ આઈપીએસ અધિકારી હાલમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. અધિકારી અગાઉ અમદાવાદ નોકરી કરી ચુક્યા છે. આ આઇપીએસ અમદાવાદ હતા ત્યારે આ મહીલા વકીલ ને ઍક કેસ બાબતે બે-ચાર વાર મુલાકાત થઇ હતી. એક દિવસ આ આઈપીએસ અધિકારીએ મહિલા વકીલનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને આ મહિલાને ખબર ન હતી કે આ આઈપીએસ અધિકારી તેના પ્રેમધેલા છે. થોડા દિવસ પછી આ આઈપીએસ અધિકારી પોતાના પર્સનલ નંબરથી ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ જેવા મેસેજ કરી આ મહીલા વકીલના હાલચાલ પુછવા લાગ્યા. એક દિવસ આ આઈપીએસએ યુવતીને કહ્યું કે “હું કુંવારો છું મને તું બહુ પસંદ છે” મારી સાથે લગ્ન કરવા છે તો આપને બહાર ઍક વખત મુલાકાત કરીએ. આ આઇપીએસએ યુવતીને પ્રપોઝ કરી પ્રેમજાળ ફેંકી હતી. આ અધિકારીએ લગ્ન ની લાલચ આપી અવાર નવાર શારીરિક સબંધ બાંધ્યા હતા. થોડા દિવસ પછી આ અધિકારીની ટ્રાન્સફર થઈ ગઇ પછી વાત ચીત ઓછી થઇ ગઇ. એક દિવસ આ અધિકારી ભાન ભુલી ગયા અને વોટસએપ સ્ટેટ્સમાં “માઇ સન” લખ્યું હતુ. યુવતી આ જોતા પછી આ અધિકારીનો ભાંડો ફૂટી ગયો. પછી યુવતીએ આઈપીએસ અધિકારી સાથે સબંધ ખતમ કરી દીધા હતા અને યુવતી બીજે લગ્ન કરી સાસરે જતી રહી હતી. ફરી આ આઈપીએસ અધિકારીની બદલી ગાંધીનગર માં થતાં પ્રેમ સંબંધ પાછો પોગ્રયો હતો. યુવતીને કોલ કરી પ્રેમસંબંધ બંધાવા દબાણ કરતા હતા આખરે યુવતી કંટાળીને અધિકારીના તાંબે થઇ હતી. ફરીથી આ અધિકારી અગાઉની જેમ ફરવા લઇ જઇને યુવતી સાથે દુષ્કર્મ આચરતા હતા. આખરે અઘિકારીના ત્રાસથી કંટાળી યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પતિ એને પરિવારજનોને કરી હતી. બાદમા યુવતી, તેના પતિ અને પરિવારજનોએ પીએમ કાર્યાલય, સીએમ કાર્યાલય, ડીજી ઓફિસ અને ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પલેન્ટ્સ ઓથોરિટીને ઈમેલ કરીને જાણ કરી છે તેમજ લેખિતમાં પણ અરજી કરી છે.
શું આઈપીએસ અધિકારી પર કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહિ એ જોવાનું રહ્યું ? રક્ષક બન્યા ભક્ષક