રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓએ દારુ તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી સુચના આપેલ હોય તેમજ ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ગોંડલ તથા પો.સબ.ઇન્સ શ્રી આર.જે.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ લુણીવાવ ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ રૂપકભાઈ બોહરા તથા કોન્સ્ટેબલ રવિરાજસિંહ વાળા તથા રણજીતભાઈ ધાંધલ ને મળેલ ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ કે ઉમવાડા થી લુણીવાવ જવાના રસ્તે છાપરવાડી ડેમની ઓફિસ પાસે સરકારી ખરાબામાં ઇંગલિશ દારૂની હેરાફેરી થતી હોય તેવી હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ રેડ કરતા એક બિનવારસી ઈકો ગાડી મળી આવેલ જેમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ-480 મળી આવતા કિંમત રૂપિયા 1,51,800 તથા ઇક્કો ગાડીની કિંમત રૂપિયા 3,00,000 એમ કુલ કિંમત રૂપિયા 4,51,800 મુદ્દામાલ પકડી પાડી પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડવાના બાકી આરોપી ઇકો ગાડીનો ચાલક તથા તપાસમાં ખુલે તે.
પકડાયેલ મુદ્દામાલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૪૮૦ કિંમત રૂપિયા – ૧,૫૧,૮૦૦/- તથા ઈક્કો ગાડી કિંમત રૂપિયા -૩,૦૦,૦૦૦/- એમ કુલ કિંમત રૂપિયા ૪,૫૧,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો
આ સફળ કામગીરી કરવામાં પી.એસ.આઇ આર.જી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ રૂપકભાઈ બોહરા, કોન્સ્ટેબલ રવિરાજસિંહ વાળા, રણજીતભાઈ ધાંધલ, સંજયભાઈ મકવાણા, રાજદેવસિંહ ચુડાસમા, જયસુખભાઈ જીંજાળા જોડાયેલ હતા