“નારી તું નારાયણી’ કહે છે અહીં ક્યાં નારી સુરક્ષિત છે.અહીં તો બધા ઘરમાં જ દુર્યોદાન, શકુની પેદા થાઈ છે.
દુષ્કર્મ બાદ અવાર નવાર સંબંધ બાંધવા માંગણી કરી ત્રાસ આપતા મહિલાએ ફિનાઇલ ગટગટાવી દીધું
“નારી તું નારાયણી’ કહે છે અહીં ક્યાં નારી સુરક્ષિત છે.અહીં તો બધા ઘરમાં જ દુર્યોદાન, શકુની પેદા થાઈ છે. હવે તો નારીઓ ઘરમાં જ દુસ્કર્મનો ભોગ બને છે. સીટીએમમાં ૩૮ વર્ષીય મહિલાને તેના જેઠે બળજબરી પૂર્વક રૃમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું નાના ભાઇની વહુને જેઠ ખેંચીને રૃમમાં લઈ જતો હતો ત્યારે જેઠાણીએ રૃમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ જેઠ અવાર નવાર શારિરીક સંબંધની માંગણી કરીને મહિલાને હેરાન કરતો હતો. જેથી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં કોર્ટના આદેશ બાદ રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સીટીએમ વિસ્તારમાં રહેતી ૩૮ વર્ષીય મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં પોતાના સગા જેઠ અને જેઠાણી સામે ફરિયાદ નોંધાવી છે કે લગ્ન બાદ જેઠાણી સાથે ઘરકામ બાબતે મહિલાને ઝઘડો થતો હતો જેઠ અવાર નવાર કોઈના કોઈ બહાને મહિલા પાસે આવીને શારિરીક અડપલાં કરી છેડતી કરતા હતા. તેવામાં મહિલાએ જેઠાણીને આ મામલે જાણ કરી તો તેમણે પતિનું ઉપરાણું લઈને મહિલા સાથે તકરાર કરી હતી દરમિયાન એક દિવસ મહિલા જેઠ અને જેઠાણી ઘરે એકલા હાજર હતા ત્યારે જેઠે મહિલાનો હાથ પકડી બળજબરી પૂર્વક રૃમમાં ખેંચીને લઈ ગયો હતો, તો જેઠાણીએ રૃમનો દરવાજો બંધ કરી દીધો હતો.જેઠે નાના ભાઇની વહુ ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના પછી જેઠ અવાર નવાર મહિલા સાથે શારિરીક સંબંધ બાંધવાની માંગણી કરીને હેરાન કરતા હતા. જેથી કંટાળીને મહિલાએ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જે બાદ પતિને જાણ થતા મહિલાને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી હતી. મહિલાને રજા આપ્યા બાદ આવતા પતિએ પૂછપરછ કરી ત્યારે તેણે સમગ્ર હકીકત જણાવી હતી. જેથી પતિએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા આ મામલે કોટના આદેશ બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.