નણંદ અને જેઠાણીએ કહ્યું હતું કે “તું સાવ ખોટી છે, તું ખોટા નાટકો કરે છે.” આમ કહીને તેની સાથે બોલાચાલી ઝઘડો અને છુટાછેડાનું દબાણ કરતી
જેઠ – જેઠાણી, નણંદ ઘરકામના નાના નાના વાંક કાઢીને બોલાચાલી ઝઘડો કરતા હતાં. અને તેનો પતિ ગડદાપાટુનો માર પણ મારતો હતો.
લગ્નના બે મહીના સુધી સારી રીતે રાખ્યા બાદ સાસરિયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું. ઘરકામની નાની નાની બાબતોમાં મહિલા સાથે બોલાચાલી ઝઘડો કરીને તેને ગડદાપાટુનો માર પણ મારવામાં આવતો હતો. એટલું જ નહીં મહિલાને તાવ આવતા આરામ કરતી હતી. જેથી તેના નણંદ અને જેઠાણીએ કહ્યું કે “તું સાવ ખોટી છે, તું ખોટા નાટકો કરે છે.” અંતે મહિલાએ દવા ખાઈ લેતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી.
શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી મહિલાએ સાસરિયા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ મહિલા તેના સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેવા માટે ગઈ હતી. જ્યાં તેને બે મહીના સુધી તેના સાસરિયાઓએ સારી રીતે રાખી હતી. બાદમાં તેના જેઠ – જેઠાણી, નણંદ ઘરકામના નાના નાના વાંક કાઢીને બોલાચાલી ઝઘડો કરતા હતાં. અને તેનો પતિ ગડદાપાટુનો માર પણ મારતો હતો.
મહિલાને તાવ આવતા તે આરામ કરતી હતી. ત્યારે તેના નણંદ અને જેઠાણીએ કહ્યું હતું કે “તું સાવ ખોટી છે, તું ખોટા નાટકો કરે છે.” આમ કહીને તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો. જે બાબતની જાણ તેના પતિને કરતાં તેણે પણ મહિલાને માર માર્યો હતો. જેથી મહિલા તેના પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. મહિલાએ તેના પતિને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ના હતો. જ્યારે તેના જેઠને ફોન કરીને છૂટાછેડા લેવા માટેની વાત કરતા તેમણે કોઈ જવાબ આપ્યો ના હતો. જેને લઈને મહિલાએ ઘરમાં પડેલ અલગ અલગ વીસેક જેટલી દવાની ગોળીઓ ખાઈ લીધી હતી. જે બાબતની જાણ મહિલાની બહેનને થતાં તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા વેજલપુર પોલીસએ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.