વટવામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની, રિક્ષા પલટી ખાતાં યુવકને પાંસળીમાં ફ્રેકચર સહિત શરીરે ગંભીર ઇજાઓ
વટવામાં અક્સ્માતમાં મોત અને હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા વટવા જીઆઇડીસી પાસે પૂર ઝડપે આવી રહેલી લોડિંગ રિક્ષાના ચાલકે બાઇકને ટક્કર મારી હતી જેના કારણે લોડિંગ રિક્ષા પલટી ખાઇ ગઇ હતી જેથી યુવકને માથા અને છાતી સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. યુવકને બેભાન હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેને બ્રેન હેમરેજ તથા પાંસળીમાં ફ્રેકચર થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકનું બાઇક અને પૂર ઝડપે આવી રહેલી લોડિંગ રિક્ષા સામ સામે ટકરાયા રિક્ષા પલટી ખાતાં યુવકને પાંસળીમાં ફ્રેકચર સહિત શરીરે ગંભીર ઇજાઓ
જશોદાનગરમાં રહેતા એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો યુવક તારીખ ૧૨ના રોજ સવારના સમયે માટે વટવા જીઆઈડીસી પ્રશાંત ફેક્ટરી પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, તે સમયે ઓવરસ્પીડમાં આવેલી લોડીંગ રીક્ષા ચાલકે તેના બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે યુવક હવામાં ફંગોળાઈને જમીને પટકાઈ પડતા માથા સહીત શરીરના ભાગે ઈજાઓ પહોંચતા બેભાન થઈ ગયો હતો.
બીજી બાજુ લોડીંગ રીક્ષાનો ચાલક ફરાર થઈ ગયો હતો આસપાસના લોકો ભેગા થઈ યુવકને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને હેમરેજ તથા છાતીના ભાગે પાંસળીનું ફ્રેક્ચર થયુ હોવાનું જણાવ્યું હતુ અને હાલ સારવાર ચાલી રહી છે. આ મામલે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ વધુ તપાસ હાથ ધરી છે.