
હિંમતનગરમાં મીનાક્ષી લસ્સી અને બેકર્સ દુકાનમાં ગ્રાહકને લસ્સીમાંથી વંદો નીકળતા ગ્રાહકે પરેશાન થઈ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે…
હિંમતનગરમાં મીનાક્ષી લસ્સી અને બેકર્સ દુકાનમાં ગ્રાહકને લસ્સીમાંથી વંદો નીકળતા ગ્રાહકે પરેશાન થઈ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે.
સાબરકાંઠા હિંમતનગરમાં મીનાક્ષી લસ્સી અને
બેકર્સ દુકાનમાં ઈડરનાં અગ્રણી મહેમાનોને પીરસવા લસ્સી લાવ્યા હતા. દરમિયાન હિંમતનગરમાં લસ્સીમાંથી જીવાત નીકળતાં પરિવારે હોબાળો મચાવ્યો છે. નામાંકિત મીનાક્ષીની લચ્છીમાંથી વંદો નીકળતાં પરિવારે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
અગાઉ બનાસકાંઠામાં નમકીનનાં(ચવાણું) પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા લોકોમાં ચકચાર મચી છે. ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાંથી અનેક જીવજંતુઓ નીકળવાનાં કિસ્સા સામે આવ્યા છે. ત્યારે થરાદ પંથકમાં ગ્રાહક આનંદનું ચવાણું ખરીદી કરવા ગયો હતો, જેમાંથી ચવાણામાં મરેલી ગરોળી નીકળતાં ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સમાં રજૂઆત કરી હતી. જેમાં તપાસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આવા કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકે માગ કરી છે.