સેકટર પ સિનિયર સિટીઝન સેવા મંડળ અને એડવાન્સ સુપરસ્પેશયાલિટી ગાધીનઞર હોસ્પીટલના સંયુકત ઉપક્રમે સેકટર પ સિનિયર સિટીઝન હોલ ખાતે મફત રોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ. સદરહુ કેમ્પમા સેકટર પના વસાહતીઓ અને શહેરના નાગરિકોએ મોટા પ્રમાણમા બોડી ચેકપ કરાવી લાભ લીધો હતો. આકેમ્પમાં આમંત્રિત મહેમાન તરીકે પુવૅ મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, કોરપોરેટરશ્રી રાજેશભાઈ પટેલ, ગાધીનઞર મહાનઞર પાલિકા ઉપસ્થિત રહી દીપ પ્રાગટય કરી કેમ્પની શરુઆત કરાવી હતી.
એડવાન્સ હોસ્પીટલના ડૉકટરશ્રી નિખિલભાઈ પટેલ જીગર પરમાર સ્વસિત સોલંકી હાજર રહી નિશુલ્ક સેવાઓ આપી હતી આ કેમ્પમા બીપી,સુગર,ઈસીજી તથા બ્લડ રિપોર્ટ તદ્દન ફી કરી આપવામા આવ્યા હતા. કેમ્પમાં ૧૦૦ દર્દીઓથી વધારે લોકોએ આ સેવા કેમ્પમાં ભાગ લીધો હતો.
શરુઆતમા સંસ્થાના પ્રમુખ કેશરીસિંહ બિહોલા દ્વારા સ્વાગત પ્રવચન કરવામા આવ્યુ હતુ અને મહેમાનોનુ ફુલજડીથી સ્વાગત કરવામા આવ્યુ હતુ. બાદમાં કાર્યક્રમને સફળ બનાવવા સિનિયર સિટીઝન સેવા મંડળના સભ્યો સવૅશ્રી કેશરીસિહ બિહોલા, જગદીશભાઈ પટેલ, ધનશાયમસિહ ગોલ,જશવંતસિહ રાઠોડ જયેશભાઈ ધુવ વગેરેએ આ કેમ્પમાં સેવાઓ આપી ભારે જહેમત ઉઠાવી હતી.