ગાંધીનગર જિલ્લાના સેક્ટર 21 પોલીસ મથક વિસ્તારમાં થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો બાઈક ચોરી કરનાર તસ્કરને ગાંધીનગરના ગોકુલપુરાથી ઝડપી પાડ્યો હતો,
સેક્ટર 21 પોલીસ મથકમાં નોંધાયેલ બી.એન.એસની કલમ 303(2) મુજબનો ગુનો શોધી માટે એલસીબી-૧ પીઆઇ ડી.બી વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તપાસમાં હતી તે વેળાએ ખાનગી રાહે હકીકત મળેલ હોય, કે ગાંધીનગર શહેરમાં વાહન ચોરી કરતો એક શખ્સ સેક્ટર 25 જીઆઇડીસી સરકારી વસાહત રોડ ઉપર એક સફેદ હોન્ડા એકટીવા ચોરી કરેલ વેચાણ અર્થે આવેલ હોય જે હકીકત આધારે તાત્કાલિક પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદસિંહ દિપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અનોપસિંહ બળવંતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ ભરતસિંહની એક ટીમ બનાવી જગ્યાએ પહોંચતા આરોપી શ્યામકુમાર ભીખુસિંહ રાઠોડ ઉં.વ ૧૯ રહે, ગોકુળપુરા, વાવોલ તા.જી ગાંધીનગર મૂળ વતન ધનપુરા તા.વિજાપુર જીલ્લો મહેસાણાને દબોચી લઈ તેમની પાસેથી મુદ્દામાલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક તથા એક સફેદ હોન્ડા એકટીવા કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કામગરીમાં એલસીબી-૧ ના પીઆઇ ડી.બી.વાળાસાહેબ, પીએસઆઇ જે ગઢવી સાહેબ, એ.એસ.આઇ રણજીતસિંહ સરદારસિંહ, એ.એસ.આઇ મુકેશસિંહ દલપતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશકુમાર કનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદસિંહ દીપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અનોપસિંહ બળવંતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ ભરતસિંહ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ હેતલબેન પ્રકાશભાઈ પણ ફરજ પર રહ્યા હતા.
ગાંધીનગર જિલ્લાના સેક્ટર 21 પોલીસ માથક વિસ્તારમાં થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો બાઇક ચોરી કરનાર તસ્કરને ઝડપી પાડ્યું હતો.