રાજસ્થાનથી દારૂને ગુજરાતમાં ઘુસાડવાનુ કારસ્તાન ચાલી રહ્યુ છે. બુટલેગરો અને કેટલીક પોલીસના સથવારે દારૂ રાજ્યમાં આવી રહ્યો છે. ત્યારે બુટલેગર દ્વારા વિજયનગરથી હિંમતનગર સુધી દારૂ ભરેલી કારનુ પાઇલોટીંગ કરવામાં આવ્યુ હતુ અને બાદમાં કાર ડ્રાઇવરને આપી જતો રહ્યો હતો. જ્યારે ચાલકને કહ્યુ હતુ કે, પોલીસ પકડે તો કહેજે માનસિંગ મીણાની લાઇનની ગાડી છે, તેમ કહીને દાસ્તાન સર્કલ સુધી પહોંચાડવાનુ કહ્યુ હતુ. પરંતુ કાર દાસ્તાન સર્કલ સુધી પહોંચે તે પહેલા સોનારડા પાટીયા પાસેથી એસએમસીની ટીમે પકડી લીધી હતી અને કારમાંથી 1152 બોટલ પકડવામાં આવી હતી.
પોલીસે તલાસી લેતાં તેમાંથી રૃપિયા ૧.૯૭ લાખની કિંમતનો વિદેશી દારૃ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૃનો જથ્થો પહોંચાડવા જતાં બે ખેપિયાની ધરપકડ કરીને રૃપિયા ૧૦ લાખની કાર પણ જપ્ત કરીને સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો
સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સટેબલ જયદિપસિંહ મૈસુરસિંહને સફેદ રંગની કીઆ ગાડીમાં વિદેશી દારૃની હેરાફેરી થઇ રહ્યાની માહિતી મળી હતી. બાતમીદારે ઉપરોક્ત ગાડી પાલનપુરથી ઉંઝા તરફ જવાની હોવાનું પણ જણાવતા દહેગામથી અમદાવાદ તરફના રોડ પર ખાનગી વાહનોની આડશ કરીને વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ઉપરોક્ત ગાડી આવતા પકડી પાડવામાં આવી હતી. પોલીસે તેના ડ્રાઇવર નરસિંગારામ, કરનારામ જાટ અને ક્લીનરચોખારામ તેજારામ જાટની ધરપકડ કરી હતી. બન્ને રાજસ્થાનના બાડમેર પંથકના રહેવાસી છે. બી અન્ના ઉર્ફે માનસિંગ શંકરલાલ ડામોરે તેને દારૃનો જથ્થો અમદાવાદમાં દાસ્તાન ચોકડી સુધી પહોંચાડવા માટે રૃપિયા ૫ હજાર અને કિલીનરને રૃપિયા ૩ હજાર આપીને દારૃ ભરેલી ગાડી વિજયનગરથી સોંપી હતી.