Breaking
Sun. Oct 13th, 2024

ગુરુકુલ સ્કૂલની વિદ્યાર્થિની ઘરેથી બસમાં સ્કૂલ સુધી પહોંચ્યા બાદ સગીર બાળા થઇ ગુમ

Spread the love

વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો, બપોરે દિકરી ઘરે નહીં આવતાં તપાસ કરી તો દિકરી શાળામાં પહોંચી જ નહીં હોવાનું સામે આવ્યું, અજાણ્યા શખ્સ સામે સેક-૨૧ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

શહેરની શાળાઓમાં બાળકોને મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સેક્ટર 23ની એક શાળામાં અભ્યાસ કરતી કિશોરી ઘરેથી શાળામાં જવા સ્કૂલ બસમાં બેઠી હતી. જ્યારે શાળા આવતા બસમાંથી ઉતરી ગઇ હતી. પરંતુ શાળામાં ગઇ ન હતી. જ્યારે બપોરે શાળા છુટ્યા પછી દીકરી ઘરે નહિ પહોંચતા તપાસ કરવામાં આવ્યા બાદ સેક્ટર 21 પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

નવા સેક્ટર વિસ્તારમાં રહેતા અને અમદાવાદમાં નોકરી કરતાં પ્રોઢે આ બનાવ સંબંધમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે, કે તારીખ ૧૩મીએ સવારે તેમના પત્નીને સાથે લઇને દિકરીને સ્કૂલ બસના સ્ટોપ પર મુકવા ગયા હતાં. તેને બસમાં બેસાડયા બાદ તેઓ કામ પર ગયા હતાં. દરમિયાન શાળા છુટયા બાદ નિયત સમયે દિકરી ઘરે નહીં પહોંચતા આ મુદ્દે પત્નીએ ફોન કરીને જાણ કરી હતી. ફરિયાદીએ તુરંત સ્કૂલ બસના ર્ડાઇવરને ફોન કરીને પુછયુ ત્યારે તેણે સગીર બાળાને સ્કૂલના દરવાજા પાસે સવારે ૭.૨૦ મિનીટે ઉતારી દીધાનો જવાબ આપ્યો હતો. જેના પગલે સ્કૂલમાં ફોન કરીને પૂછતાં બાળા સ્કૂલમાં આવી જ નહીં હોવાનું જણાવાયુ હતું. દિકરી ગુમ થઇ જવાથી વિહવળ બનેલા માતા-પિતાએ સાપાસના વિસ્તારમાં અને બાદમાં સગા સબંધિઓને ત્યાં પણ તપાસ કર્યા બાદ આખરે પોલીસનું શરણુ લીધુ હતું.

સગીરા સવારે 7.05 વાગ્યાના સમયે ગ-2 નજીકના સ્ટોપથી સ્કૂલ બસમાં રોજની જેમ જ બેઠી હતી. આ બસના ડ્રાઇવરના નિવેદન મુજબ તે 7.20 કલાકે અન્ય વિદ્યાર્થીઓની સાથે જ સ્કૂલના ગેટ પર બસમાંથી ઉતરી હતી. ગેટ પરથી આ વિદ્યાર્થિની કેવીરીતે ગૂમ થઇ અને ક્યાં ગઇ તેની તપાસ પોલીસે હાથ ધરી છે.

સગીરા સ્કૂલના ગેટ પરથી ગૂમ થવાના મામલે પોલીસે પણ ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. સ્કૂલના ગેટ પરના અને આસપાસના સીસીટીવી કેમેરાનું સર્વેલન્સ કરીને તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે સ્કૂલ બસના ડ્રાઇવર, ગેટ પાસે ઉભા રહેતા અન્ય વાનચાલકો અને ત્યાં હાજર અન્ય વાલીઓની પણ પુછપરછ કરવામાં આવશે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *