વહેલી સવારે પાંચ વાગે પોતાની દુકાને બેઠેલી મહિલાના ગળામાં પહેરેલ સોનાના દોરાની લૂંટ કરી લૂંટારુઓ પલાયન
કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં એક વૃદ્ધા તેમના પતિના કરિયાણાની દુકાને બેઠી હતી ત્યારે વહેલી પરોઢે પાંચ વાગે બાઈક ઉપર આવેલા અજાણ્યા લૂંટારોએ તેમના ગળામાં પહેરેલ સોનાના દોરાની લૂંટ કરીને ભાગી છુટયા હતા બનાવને પગલે આસપાસમાં ચકચાર મચી જવા પામી હતી પોલીસે પલાયન થઈ ગયેલા અજાણ્યા લૂંટારો સામે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રહ્માણી કિરાણા સ્ટોરમાં હીરાબેન ધીરુભાઈ મકવાણા બેઠા હતા કરિયાણાનો સ્ટોર તેમના પતિ ચલાવે છે અને તેમના ત્યાં દૂધનું વેચાણ થતું હોવાથી તેઓ વહેલી પરોઢે પાંચ વાગ્યે દુકાન ખોલીને દૂધ ની ગાડી આવે તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે બાઈક ઉપર બે અજાણ્યા ઇસમો આવ્યા હતા અને તેમણે કહેલ કે તાનસેનની પડીકી જોઈએ છે જેથી મહિલા ઊભી થઈને દુકાનમાં પડીકી લેવા જતા બાઈક ઉપર આવેલા લૂંટારો હોય તેમના ગળામાં પહેરેલ સોનાના દોરાની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી પણ બાઈક ઉપર આવેલા લૂંટારો ભાગી છૂટયા હતા રૃપિયા એક લાખ નવ હજાર ની કિંમત ના સોનાના દોરાની લૂંટ અંગે તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે.