સેકટર પ સિનિયર સિટીઝન સેવા મંડળ અને એડવાન્સેડ સુપરસ્પેશયાલીટી હોસ્પીટલના સહયોગથી તા.15 -9 – 2024 ને રવિવારે સવારે 9 થી 1 કલાક સુધી સેકટર પ સિનિયર સિટીઝન હોલ ખાતે ફી (મફત) રોગ નિદાન કેમ્પનુ આયોજન કરેલ છે. સદરહુ નિદાન કેમપમા જુદા જુદા રોગના તજજ્ઞ ડૉકટર (૧) ડૉ નિખિલ બી પટેલ મેડીસિન એન્ડ ક્રિટીકેલ કેર (૨) ડૉ સ્વસ્તિક સોલકી જનરલ સજૅરી (૩) ડૉકટર જીગર પરમાર હાડકાના રોગોના નિષ્ણાત (૪)ડૉ જૈમિન પંડયા આખોના નિષ્ણાત વઞેરે વિવિધ રોગના ડૉકટરશ્રી ઓ ઉપસ્તિત રહીદર્દીઓનુ ફી નિદાન કરશે.
આ ઉપરાત આ કેમ્પમા દર્દીઓના બીપી,સુગર,ઈસીજીના રિપોર્ટનું નિઃશુલ્ક (મફત) કરી આપવામા આવશે. દરેક ભાગ લેનાર દર્દીઓએ તેઓના અગાઉના કેસ પેપર સાથે લાવવાના રહેશે. તેમજ અગાઉ નીચે દશૉવેલ વ્યકિતોના મોબાઈલ નંબર પર નામ રજીસ્ટેશન કરાવવાનુ રહેશે અથવા હાજર થયે રજીસ્ટેશન કરવામા આવશે. આથી સેકટર પના વસાહતીઓ તથા શહેરના બિમાર દર્દીઓએ અવશ્ય આ કેમ્પનો લાભ લેવા જાહેર નિમંત્રણ છે. રજીસ્ટેશન કરવા માટે આ નંબર પર સંપર્ક કરવો, કેશરીસિહ બિહોલા પ્રમુખ, મો ૯૯૭૪૫૨૫૬૨૮, જગદીશભાઈ પટેલ મહામંત્રી મો ૯૨૨૮૧૦૫૪૫૨, જયેશભાઈ ધુવ મંત્રી મો ૯૮૨૫૩૯૮૩૮.