પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ રાજકોટ ગ્રામ્ય જીલ્લાનાઓએ જીલ્લા મા મીલ્કત સંબધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય
ગોંડલ તાલુકા પોલીસે એક બાઈક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ત્યારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ જે.પી.રાવ સાહેબ સહિતનો પોલીસ સ્ટાફને બાતમી મળતા પદમાનગર જી.આઇ.ડી.સી ભિવાન્ડી મહારાષ્ટ્ર ખાતેથી એક શખ્સ ક્રિષ્નાભાઇ રામલગનભાઇ વર્મા જાતે સોની ઉ.વ ૨૧ રહે.હાલ સડક પીપળીયા ગામ ગંગા ફોજીંગ નામના કારખાનાની ઓરડીમા તા ગોંડલ મુળ રહે.બરૂડા ગામ પો.સ્ટ રધુનાથપુર જી.બક્સર (બિહાર)ને હીરો હોન્ડા કંપનીનુ કાળા કલરનુ બાયક જેનો રજી.નંબર જીજે.૦૩ એફસી ૭૦૪૦ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.