Breaking
Sun. Oct 13th, 2024

વડોદરામાં એમજી રોડ પર એક મહિલાએ બીજી મહિલા પર હુમલો કરી કપડા ફાડી નાખ્યા

Spread the love

વડોદરાના વાઘોડિયા રોડ પર સ્વામિનારાયણ નગરમાં રહેતા ખુશ્બુબેન સંજયભાઈ ઠક્કર રેસકોર્સ નજીક એક ઓફિસમાં સ્ટુડન્ટ એડવાઈઝર તરીકે નોકરી કરે છે. સીટી પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 18મી ઓગસ્ટ મંગળબજાર ખાતે ખરીદી કરવા મારી નાની દીકરી સાથે ગઈ હતી. એમ.જી રોડ પર રણછોડજી મંદિરની સામે આવેલ અક્ષર જ્વેલર્સની ગલીમાંથી એમજી રોડ પર જતા હતા, તે સમયે એટલે લહેરીપુરા દરવાજા તરફથી એક કાર આવી હતી અને મને ડાબા પગે અથડાઈ હતી. મેં કાર ચાલકને ગાડી ઉભી રાખવાનું કહેતા તેણે ગાડી ઉભી રાખી હતી. મેં તેઓને ટ્રાફિકમાં ગાડી જોઈને ચલાવવાનું કહેતા તેણે ઉશ્કેરાઈને મારી સાથે બોલા ચાલી કરી હતી. કારની આગળની સીટ પર બેઠેલી મહિલાએ અચાનક કારનો દરવાજો ખોલતા મારા મોપેડને દરવાજો દરવાજો અથડાતા હું અને મારી દીકરી નીચે પડી ગયા હતા. આ મહિલા આવેશમાં આવી મારી સાથે જપાજપી કરી મારા કપડાં ફાડી નાખી મને બે ત્રણ તમાચા મારી દીધા હતા. મારી દાઢનું ઓપરેશન કરાવ્યું હોય ડોક્ટરે લીધેલા ટાંકા પણ તૂટી ગયા હતા અને મારી આંગળી પર બચકું ભરી લીધું હતું.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *