ટ્રાફિકથી ધમધતા શ્યામ શિખર બ્રિજ નીચે ભર બપોરે બનેલી ઘટના,બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત થયું
પૂર્વ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના દાવા વચ્ચે નારોલ, રખિયાલ બાદ બાપુનગરમાંં હત્યાનો ત્રીજો બનાવ બન્યો છે. જેમાં બાપુનગરમાં સિગારેટના રૃપિયા આપવાની ના પાડતાં મિત્રએ જ યુવકને ઢોર માર માર્યો હતો અનેે માથામાં પથ્થર મારીને લોહી લુહાણ કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવ અંગે બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મિત્રએ યુવકને ઢોર માર મારી નીચે પાડીને પથ્થર મારી લોહી લુહાણ કર્યો ઃ બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત થયું
બાપુનગરમાં રહેતા વૃદ્ધે બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાપુનગર શ્યામ શિખર બ્રિજ નીચે રહેતા પ્રવીણ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો પુત્ર અમિત (ઉ.વ.૪૫) છૂટક મજૂરી કામ કરતો હતો. ગઇકાલે બપોરે યુવક બાપુનગર શ્યામ શિખર બ્રિજ નીચે સૂતો હતો આ સમયે તેનો મિત્ર પ્રવિણ જાદવ તેની પાસે આવ્યો હતો અને સિગારેટ પીવા ઉછીના રૃપિયા માંગ્યા હતા જો કે ફરિયાદીના દિકરાએ રૃપિયા આપવાની ના પાડતા આરોપીએ ગાળો બોલીને તકરાર કરી માર માર્યો હતો અને નીચે પાડીને પથ્થર લઇને યુવકના માથામાં મારી દેતા તે લોહી લુહાણ થઇ ગયો હતો.
યુવકને ગંભીર બેભાન હાલતમાં આસપાસના લોકો યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા યુવકની હત્યા કરીને આરોપી નાસી ગયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ ઘટના અંગે બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.