અલગ – અલગ નંબર પ્લેટો પણ મળી આવી _: ૪.૦૩ લાખનો મુદ્દામાલ કબજે
આજવા રોડ પરથી પીસીબી પોલીસે બિયરના ટીન ભરેલી કાર સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે. જ્યારે રાજસ્થાનના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે.
આજવા રોડ ચાચા નેહરૃ નગર પાસે સાંઇ રેસિડેન્સીમાં રહેતો રવિ પંચાલ વિદેશી દારૃનો ધંધો કરે છે. તેણે દારૃની ગાડી મંગાવી છે. જે ગાડી રવિ પંચાલના રહેણાંક કોમ્પલેક્સના પાર્કિંગમાં ઉભી હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી, પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા રવિ વિજયભાઇ પંચાલ ( રહે. ઓમ સાંઇ રેસિડેન્સી) તથા જયેશ ઉર્ફે સોનુ જીજ્ઞોશભાઇ ઠાકોર (રહે. રામદેવ નગર, સરકારી સ્કૂલની સામે, આજવા રોડ) મળી આવ્યા હતા. જ્યારે રાજસ્થાનના વિજય ડાંગીને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે બિયરના ૩૨૪ ટીન કિંમત રૃપિયા ૩૨,૪૦૦, કાર, બે મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૪.૦૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કારમાંથી ચાર નંબર પ્લેટ પણ મળી આવી હતી.