વિધર્મીએ બે દીકરીઓના પિતાને જ મોબાઇલ ફોન પર મેસેજ કર્યો
દીકરીઓ વિશે ગંદા મેસેજ કરનાર વિધર્મી ગેરેજ મિકેનિક સામે છાણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જે.સી.બી. રિપેરીંગ કરવાનું કામ કરતા પરપ્રાંતિય કારીગરને સંતાનમાં બે દીકરી અને એક દીકરી છે. ૨૫ દિવસ પહેલા તેમનું મોપેડ ખરાબ થતા તેઓ છાણી વિસ્તારમાં એક ગેરેજ પર ગયા હતા. ગેરેજ પર કામ કરતા ૧૭ વર્ષના કિશોરે તેઓને જણાવ્યું હતું કે, મોપેડ રિપેર કરતા ત્રણ કલાક થશે. તમે તમારો નંબર આપી દો. રિપેર થઇ જશે એટલે હું તમને કોલ કરીશ. થોડા દિવસો પછી વિધર્મી કિશોરે કારીગરના મોબાઇલ ફોન પર મેસેજ કરવાનું શરૃ કર્યુ હતું કે, તેરી બડી લડકી ઔર છોટી લડકી અચ્છી હે. મેરા સેટિંગ કરા દો. આ અંગે કારીગરે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા છાણી પોલીસો પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ગેરેજ પર કામ કરતા કિશોરને પકડયો હતો. કિશોર સગીર વયનો હોઇ તેના ફુવાને સોંપી દેવામાં આવ્યો છે.