વિધવાને તરછોડી દઇ લગ્નની ના પાડતા ગુનો દાખલ
ગોરવા વિસ્તારમાં રહેતી વિધવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર યુવક સામે લક્ષ્મીપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, ગોરવા વિસ્તારમાં રહેતી વિધવાનો સંપર્ક બોરસદના સાહિત છત્રસિૅંહ મહીડા સાથે થયો હતો. શ્રમજીવી પરિવારની વિધવાને લગ્નની લાલચ આપી સાહિલે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ તેણે વિધવાને તરછોડી દઇ લગ્નની ના પાડી દીધી હતી.જે અંગે વિધવો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એટ્રોસિટિ અને દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે.