ક્યારેય મુસાફરી કરી ન હોવા છતાં એજન્ટે સિક્કા લગાડયા, ગાંધીનગરના દંપતિ અને બે એજન્ટ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ એરપોર્ટ ઉપર બનાવટી પાસપોર્ટ આધારે મુસાફરી કરવાનો પ્રયાસ કરવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેંમાં ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતું દંપતિ સિંગોપોર જવા માટે પાસપોર્ટ રજૂ કર્યા હતો તપાસ દરમિયાન એજન્ટે બનાવટી સિક્કા લગાડેલા હોવાનું બહાર આવ્યું હતું.આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ એરપોર્ટ પોલીસે ગાંધીનગરના દંપતિ અને બે એજન્ટ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ એરપોર્ટ ઉપર નોકરી કરતા યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગાંધીનગર જિલ્લાના યુવક તેમની પત્ની અને બે ટ્રાવેલ્સ એજન્ટ સામે ફરિયાદ નોંધાવી છે કે દંપતિએ ગત તા. ૧૪-૦૭-૨૦૨૪ના રોજ સિંગાપોર જવા માટે અમદાવાદ એરપોર્ટ ઉપર પાસપોર્ટ રજૂ કર્યો હતો.
ફરિયાદી અધિકારી દ્વારા શંકા જતાં પાસપોર્ટ જમા કરીને તપાસ દરમિયાન ખબર પડી આ પોસપોર્ટ આધારે ક્યારેય મુસાફરી કરી ન હતી એજન્ટ દ્વારા મુંબઇ એરપોર્ટ ઇમિગ્રેશનના અરાઇવલ ડિપોર્ચરના બનાવટી સિક્કા લગાડેલા હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.