આજ રોજ નડિયાદ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ- ૨૦૨૪મા ૨૦૦, ૪૦૦ અને ૮૦૦ મીટરની દોડ સ્પર્ધા યોજાયી હતી.
જેમાં ઘણા દોડવીરોએ ભાગ લીધો હતો.એમાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એએસઆઇ વાઘેલા ઘનસ્યામસિંહએ નડિયાદ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-૨૦૨૪ માં 400 અને 800 મીટરની દોડમાં ભાગ લીધો હતો.
જેમાં તેમણે ૪૦૦ અને ૮૦૦ મીટરની દોડમાં ફર્સ્ટ રેન્ક મેળવી બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.ઉલ્લેખનીય છે કે, ઘનસ્યામસિંહ અત્યાર સુધી ૪૦૦,૮૦૦ અને ૧૫૦૦ મીટર દોડમાં અવારનવાર ભાગ લઇ ચુક્યા છે.
૪૦૦, ૮૦૦ અને 1500 મીટર દોડમાં અત્યાર સુધીમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ પણ જીતી ચુક્યા છે. ઘનસ્યામસિંહ અત્યાર સુધીમાં પુણા, કોલકાતા અને કેરલમા આયોજિત નેશનલ ચેમ્પિયનશિપ સ્પર્ધાઓમાં ભાગ લઇ ચુક્યા છે.