રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી જયપાલસીંહ રાઠોડ સાહેબ તથા નાયબ પોલીસ અધીક્ષક સાહેબનાઓએ નાશતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરતા આજરોજ પો.ઈન્સ.શ્રી જે.પી.રાવ ના માર્ગદશન હેઠળ ગોંડલ તાલુકા સ્ટાફના માણસો સાથે ગોંડલ તાલુકા વીસ્તાર માં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. પ્રતાપસિંહ કરશનભાઇ તથા પો.કોન્સ. હરેશભાઇ વાઘેલા મળેલ હકિકત ના આધારે રાજસ્થાન રાજયના ઉદયપુરના હીરણમગરી પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૩૬૯/૨૦૨૪ બી.એન.એસ. ની કલમ ૧૦૩(૧) મુજબના ગુન્હાના આરોપીને શેમળા ગામના પાટીયા પાસેથી પકડી પાડી ઘટીત કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ રાજસ્થાન રાજયના ઉદયપુરના હીરણમગરી પોલીસ સ્ટેશનના પોલીસને ટેલીફોનથી જાણ કરેલ છે.
અટક કરેલ આરોપી-
(૧) પ્રકાશભાઇ અશોકભાઇ સોલંકી જાતે દેવીપુજક ઉ.વ.૨૬ રહે.શેમળાગામ તા.ગોંડલ જી.રાજકોટ
કામગીરી કરનાર ટીમ-
(૧) પોલીસ ઇન્સ. શ્રી જે.પી.રાવ
(૨) પો.હેઙકોન્સ. પ્રતાપસીંહ કરશનભાઇ
(૩) પો.હેઙકોન્સ. રૂપકબહાદુર બોહરા
(૪) પો.કોન્સ. મુકેશભાઇ મકવાણા
(૫) પો.કોન્સ. રણજીતભાઇ ધાંધલ
(૬) લોકરક્ષક હરેશભાઇ વાઘેલા
(૭) લોકરક્ષક વિક્રમભાઇ સોલંકી