વક્રતુન્ડા મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ-કાર્યેષુ સર્વદા
હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થી વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. દરેક ચતુર્થીનું વિશેષ મહત્વ છે. પરંતુ આ ચતુર્થીઓમાં ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન બાપ્પા 10 દિવસ સુધી ઘર અને પંડાલમાં બિરાજમાન હોય છે.આ સમયગાળા દરમિયાન બાપ્પાની ઘણી સેવા કરવામાં આવે છે. આ સાથે 1.5, 3, 5, 7 કે 10 દિવસે બાપ્પાને વિદાય આપીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને બાપ્પાને આવતા વર્ષે આવવાનું આમંત્રણ આપવામાં આવે છે. બ્રાહ્મણને ભૂદેવ કહેવામાં આવે છે, બ્રાહ્મણના હાથે પૂજા વિધિ કરાવવાનું મહત્વ છે, તો જોઈએ ગણેશજી ની સ્થાપના કેવી રીતે કરાય? અને ગણેશજીની સંપૂર્ણ ષોડશોપચાર પૂજા વિધિ સોની પરિવાર દ્વારા કરવામાં આવી
આજે કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણપતિદાદાથી થાય છે, ત્યારે વર્ષોથી ગણપતિને દર વર્ષે બિરાજમાન કરતા સોની પરિવારે ગણપતિદાદાની સ્થાપના કરી