બે બહેનોને એક જ પરિવારમાં પરણાવી હતી : બંને બહેનોને સાસરીમાંથી કાઢી મૂકી
દહેજમાં ૧૦ લાખ માંગી પરિણીતા પર ત્રાસ ગુજારતા સાસરિયાઓ સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
તરસાલી વિસ્તારમાં રહેતી સુનિતા રોહિતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, એપ્રિલ – ૨૦૨૨ માં મારા લગ્ન દિનેશ સાથે થયા હતા. લગ્ન પછી બે મહિના સુધી અમારૃં લગ્ન જીવન વ્યવસ્થિત રીતે ચાલ્યું હતું. ત્યારબાદ મારા પતિ દિનેશભાઇ, સસરા , સાસુ દહેજ બાબતે ત્રાસ ગુજારતા હતા. પિયરમાંથી મારા પર ફોન આવે ત્યારે પણ મને વાત કરવા દેતા નહતા. હું બીમાર પડું ત્યારે પણ મારી યોગ્ય સારવાર કરાવતા નહતા અને પિયરમાં મોકલી દેતા હતા. તેઓ કહેતા કે, તારા પિયરમાં કહે કે મકાન લેવાનું છે. ૧૦ લાખ આપે. તેઓએ મને ઘરમાંથી કાઢી મૂકી હતી. મારી નાની સગી બહેનને પણ મારા કાકા સસરાના દીકરા સાથે પરણાવી તી. તેના પર પણ ત્રાસ ગુજારવાનું શરૃ થયું હતું. મારા કાકા સસરાએ સમાધાન માટે મારા પિયર પક્ષના લોકોને બોલાવીને કહ્યું હતું કે, અમે કહીએ એવું નહીં કરે તો તમારી બંને દીકરીઓની જીંદગી હું બગાડી નાંખીશ. મને અને મારી બહેનને કાઢી મૂક્યા હતા.