ગાંધીનગર જીલ્લાની હદ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી અલગ અલગ વિસ્તારોને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપવામાં આવતો હતો ત્યારે થોડા સમય પહેલા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માણસા તાલુકાના લોદરા ગેંગને ઝડપીને ટુ વ્હીલર વાહનોની ચોરીને ઝડપી પાડવામાં આવી હતી
ત્યારે આ ગુનામાં અગાઉ પુરમસિંહ ચૌહાણ, નવદિપસિંહ રાઠોડ, વિરેન્દ્રસિંહ રાઠોડ ઝડપાયા હતા ત્યારે આ ટુવ્હીલર વાહનોની ચોરી કરી તેના નિકાલ અને વેચાણમાં જેની સંડોવણી ખુલી છે તે નિલેશ ઉર્ફે ડોમ્પો બાબુભાઈ પટેલને આજે એલસીબી -1 ગાંધીનગરએ ઝડપી પાડેલ છે.
આ આરોપીની ચાર ગુન્હામાં સંડોવણી ખુલવા પામી છે.એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે.મકવાણા, એ.એસ.આઇ. ભવાનસિંહ પૃથ્વીસિંહ, જયપાલસિંહ પ્રતાપસિંહ, શિતલબેન મગનભાઇ આ કામગીરીમાં જોડાયા હતા.