રૂા.૪,૪૦,૦૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી-૧ ગાંધીનગર
ગાંધીનગર જીલ્લામાં પ્રોહી-જુગાર ની પ્રવૃતિ આચરતા ઇસમોને પકડી પાડવા સારૂ ગાંધીનગર રેન્જના વડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમસેટ્ટી સાહેબશ્રી નાઓએ અસરકાર પેટ્રોલીંગ કરી પ્રોહી-જુગાર અન્વયે રેઇડો કરી પરીણામ લક્ષી કામગીરી કરવા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.બી.વાળા નાઓને ખાસ સૂચના કરેલ.
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.બી.વાળા નાઓએ એલ.સી.બી.ના માણસોની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ કરવા સૂચના આપેલ હતી. જેના ભાગરૂપે આજરોજ એલ.સી.બી-૧ના પો.સ.ઇ. શ્રી એચ.પી.સોલંકી નાઓ તેમની ટીમ સાથે ગાંધીનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો. જયદિપસિંહ વિક્રમસિંહ તથા આ.પો.કો. રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ નાઓને મળેલ સંયુક્ત ચોક્કસ બાતમી આધારે મોજે – પેથાપુર ચોકડી ખાતેથી પીછો કરી ચ રોડ ઉપર આવેલ એફ.એસ.એલ. કટ નજીક રોડ ઉપરથી ગ્રે કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફટ ગાડી નં – જીજે -18-બીપી-1627 માંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની નાની બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ – ૧૨૨૪ (૩૩ પેટી) કિ.રૂા.૧,૪૦,૦૪૦/- તથા મારૂતી સુઝુકી સ્વીફટ ગાડી કિ.રૂા.૩,૦૦,૦૦૦/- તથા આરજે-27-સીએમ-9138 ની નંબર પ્લેટ નંગ – ૨ કિ.રૂા.૦૦/૦૦ મળી કુલ રૂા.૪,૪૦,૦૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.