Breaking
Fri. Jan 24th, 2025

કારમાં લઈ જવાતી વિદેશી દારૃની ૭૯૨ બોટલો સાથે ડ્રાઇવર પકડાયો

Spread the love

પોલીસે ૬.૬૮ લાખનો મુદ્દામાલ કબજે કરીને દારૃ ક્યાં લઈ જવાનો હતો તે જાણવા તપાસ શરૃ કરી

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે ડભોડા પોલીસ દ્વારા વલાદ બ્રિજ પાસેથી વિદેશી દારૃ ભરેલી કારને ઝડપી લેવામાં આવી હતી અને તેમાંથી ઉદેપુરના ડ્રાઇવરને પકડી ૬.૬૮ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃ ઘુસાડવામાં આવી રહ્યો છે અને તેમાં પણ હિંમતનગર ચિલોડા હાઇવે ઉપર આ પ્રકારના દારૃ ભરેલા વાહનો વધુ જોવા મળતા હોય છે ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ચિલોડા તરફથી આવી રહેલી એક કારમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો છે અને તે નરોડા તરફ જઈ રહી છે જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા વલાદ બ્રિજ પાસે વાચ ગોઠવવામાં આવી હતી અને બાતમીવાળી કાર આવતા તેને ઊભી રાખી દેવામાં આવી હતી. જેમાં સવાર ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવતા તે રાજસ્થાન ઉદેપુરના જુવારવા ગામનો સંજય ઈશ્વર જોષીયારા હોવાના જણાવ્યું હતું તેમજ કારમાં તપાસ કરતા વિદેશી દારૃની નાની મોટી ૭૯૨ જેટલી બોટલો મળી આવી હતી. કાર અને દારૃ મળી શકે ૬.૬૮ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. એટલું જ નહીં આ દારૃનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે પણ તપાસ શરૃ કરવામાં આવી છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *