Breaking
Sun. Sep 15th, 2024

કઠલાલ તાલુકાની પ્રાથમિક શાળામાં લપટ શિક્ષકે ધોરણ-4 ની વિદ્યાર્થિનીને અડપલા કર્યા

Spread the love

પીઠાઈના વતની શિક્ષકે સફાઈના બહાને શાળાની રૂમમાં બોલાવી બાળા સાથે શારીરિક છેડછાડ કરી
કઠલાલ : ખેડા જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન રૂપ ઘટના સામે આવી છે. કઠલાલ પંથકના એક ગામે શિક્ષકે શાળામાં ભણતી ૯ વર્ષની દીકરી પર નજર બગાડી શારિરીક અડપલા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કઠલાલ તાલુકાના પીઠાઈ ગામનો અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ (ઉં.વ.૫૦) આ તાલુકાના એક ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત તા. ૩૧ ઓગસ્ટને શનિવારે સવારની શાળા હોવાથી આ અખ્તરઅલીએ પોતાની શાળાની રૂમમાં સાફ સફાઈ કરવાના બહાને શાળામાં ધો.-૪માં અભ્યાસ કરતી ૯ વર્ષની બાળાને બોલાવી હતી. જે બાદ રૂમમાં ખુણામાં લઈ જઈ શારિરીક અડપલા અને છેડતી કરી હતી.

ભોગ બનેલી બાળાએ આ બાબતે ઘરે આવી પોતાના માવતરને સમગ્ર બાબતની રડતા અવાજે જાણ કરી હતી. જે બાદ માવતરે તુરંત કઠલાલ પોલીસ મથકે પહોંચી સમગ્ર બનાવ મામલે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી શારિરીક અડપલા કરનાર આરોપી શિક્ષક અખ્તરઅલી સૈયદને ઉઠાવી લાવી પૂછપરછ આદરી છે. આ બાબતે ડીવાયએસપીએ જણાવ્યું છે કે, છેડતી, શારિરીક અડપલાની ફરિયાદ નાંેધાઈ છે. હાલ પોલીસની તપાસ ચાલુ છે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

તો બીજી તરફ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શિક્ષકને તુરંત નોકરીમાંથી બરતરફ કરવા વાલીઓ માંગણી કરી રહ્યા છે.

By admin

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *