પૂર્વ વિસ્તારમાં લૂંટારુ ટોળકી નિર્દોષ લોકોને માર મારીને લૂંટી રહી છે, નિકોલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી
પૂર્વ વિસ્તારમાં પોલીસની નિષ્ક્રયતાના કારણે લૂંટારુ ટોળકીને નિર્દોષ લોકોને માર મારીને લૂંટી રહી છે. નિકોલમાં યુવક તેના મિત્રને લેવા માટે ૧૦૮ની ઓફીસ નજીકના રોડ ઉપરથી ત્રણ દિવસ પહેલા પસાર થતો હતો. ત્યારે યુવકની બાઇક સાઇડમાં કરીને લઘુશંકા કરવા માટે ઉભો હતો. આ સમયે બે શખ્સો એક્ટિવા પર આવ્યા હતા અને ચાકુ બતાવીને યુવકને ડરાવીને તેની રૃા. ૪૦ હજારની બાઈક લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
૪૦ હજારના બાઇકની લૂંટનો ગુનો નોંધી નિકોલ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી
નિકોલ એસ.પી. રીંગ રોડ નજીક રહેતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમા અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક તા. ૨૮ના રોજ બાઈક લઈને રાત્રે કંપનીમાં નોકરી ઉપર જવા માટે તેના ઘરેથી નીકળ્યો હતો. ત્યારે નિકોલ મેંગો સિનેમા પાસે રહેતા તેના મિત્રને લેવા માટે તે ૧૦૮ ઈમરજન્સી રોડથી પસાર થતો હતો જ્યાં યુવક બાઈક સાઈડમાં ઉભું રાખીને લઘુશંકા કરવા ઉભો રહ્યો હતો.
ત્યાં એકટીવા પર બે શખ્સો આવ્યા હતા અને યુવકને ચાકુ બતાવીને ડરાવ્યા બાદ હાથમાંથી બાઈકની ચાવી લઇને બાઇક લઇને ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ યુવકે પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કરતા નિકોલ પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ કરી હતી અને બાદમાં યુવકે આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.સ હાથ ધરી