કાગડાપીઠના હોમગાર્ડ જવાનોને આરોપી ગાળો બોલતો હોવાથી રોકતા હુમલો કયો,બન્ને સારવાર હેઠળકાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
કાગડાપીઠ વિસ્તારમાં બે હોમગાર્ડ જવાનને બિભત્સ ગાળો બોલીને પોલીસ કંઇ કામ કરતી નથી કહીને ચાકુના ઘા માર્યા હતા. બન્ને હોમગાર્ડ જવાન ઘર તરફ જતા હતા તે સમયે આરોપી જાહેરમાં ગાળો બોલતો હોવાથી જવાને તેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇને હુમલો કર્યો હતો. આ અંગે હોમગાર્ડ જવાને આરોપી સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હોમગાર્ડ જવાને ડ્રેસ પહેર્યા હોવાથી પોલીસ સમજીને તકરાર કરી લોહી લુહાણ કરતાં બન્ને સારવાર હેઠળકાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.ગીતામંદિર પાસે રહેતા અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૫ ઓગસ્ટે રાત્રે તેઓ સાથી કર્મચારી સાથે બાઇક ઉપર તેઓ ઘરે જતા હતા. ત્યારે વિજયનગર સોસાયટીના નાકે આરોપી રસ્તા પર ગાળો બોલતો હતો. જેથી ફરિયાદીએ તેને કેમ ગાળો બોલે છે કહેતા આરોપીએ તેમને પોલીસ સમજીને પોલીસ કંઇ કામ કરતી નથી કહીને ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો. એટલું જ નહી ફરિયાદી ઉપર ચાકુ વડે હુમલો કર્યો હતો આ સમયે સાથી કર્મચારી વચ્ચે પડતા આરોપીએ તેમને પણ ચાકુનો ઘા મારીને બન્નને લોહી લુહાણ કર્યા હતા. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા બંને હોમગાર્ડ જવાનને છોડાવ્યા હતા. આ આરોપી તકનો લાભ લઇને ત્યાંથી નાસી ગયો હતો.ઇજાગ્રસ્ત બંને હોમગાર્ડ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.