ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના પાણીના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે એપોલો કંપનીના કર્મચારીઓની બસ પાણીમાં ફસાઈ હતી.કર્મચારીઓને રેસ્ક્યૂ કરવા માટે ભારે દોડધામ થઈ હતી.
મળતી વિગતો પ્રમાણે એપોલો કંપનીમાં સવારની શિફટમાં ફરજ બજાવવા માટે વડોદરાથી કર્મચારીઓેને લઈ જતી લકઝરી બસ હરણી વિસ્તારમાં ચેતક બ્રિજ પાસે પાણીમાં ફસાઈ હતી.બસના ડ્રાઈવરે પાણીમાંથી બસ બહાર કાઢવાના ભારે પ્રયત્ન કર્યા હતા.પરંતુ પાણીનુ વહેણ પણ વધારે હતું અને પાંચ ફૂટ જેટલા પાણી વચ્ચે બસ હતી.
આ બાબતની જાણકારી મળ્યા બાદ સ્થાનિક કાઉન્સિલરે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.કાઉન્સિલર તેમજ ફાયર બ્રિગેડના જવાનોએ બસમાં બેઠેલા કર્મચારીઓને હેમ ખેમ બહાર કાઢ્યા હતા અને સલામત સ્થળ સુધી લઈ ગયા હતા.