સહેલી મારફતે યુવકનો પરિચય થયા બાદ ફોન ઉપર વાત કરતા હતા
સબંધ રાખવા દબાણ કરતો નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
નરોડામાં રહેતી યુવતીને તેની સહેલી મારફતે યુવક પરિચયમાં આવ્યો હતો બાદમાં મિત્રતા થઇ હતી જેથી તેઓ એક બીજા સાથે વાતચીત કરતા હતા. પરંતું યુવક અન્ય યુવતીઓ સાથે સોશિયલ મિડિયામાં વાતચીત કરતો હોવાથી તેણે સંપર્ક તોડી નાંખીને ફોન બ્લોક કરી દીધો હતો જેથી તે યુવતીના ઘર બહાર વારંવાર આવતો હતો તેમજ પીછો કરીને છેડતી કરતો હતો. આખરે યુવકની હરકતોથી કંટાળી યુવતીએ ફરિયાદ કરતાં નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવક અન્ય યુવતીઓ સાથે સોશિયલ મિડિયામાં વાત કરતો હોવાથી સંપર્ક તોડી નાખ્યા બાદ સબંધ રાખવા દબાણ કરતો ઃ નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
નરોડામાં રહેતી ૨૪ વર્ષની યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં હાથીજણ ખાતે રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેણે ત્યાં ખાનગી ટયુશન ક્લાસીસ બંધાવ્યું હતું તે ક્લાસમાં એક યુવતી આવતી હોવાથી તેની સાથે પરિચય થયો હતો. ત્રણ વર્ષ પહેલા બહેનપણીએ તેને ઘરે મળવા બોલાવી હતી. તે સમયે ત્યાં બે યુવક હતા જે પૈકી આ યુવકનો સંપર્ક થયો હતો.
જેથી યુવતીએ તેની સાથે વાતચીત કરી હતી અને મોબાઇલ નંબરની આપે લે કરી હતી. દરમિયાન યુવક લેડીઝ પર્સ, ચાંદીની પાયલ, સ્વેટર લઇ યુવતીના ઘરે ગયો હતો અને મારી માતાએ આ વસ્તુ તારા માટે મોકલાવી છે તેમ કહ્યું હતું. બીજી તરફ યુવક અન્ય યુવતીઓ સાથે સોશિયલ મિડિયામાં વાત કરતો હોવાથી યુવતીએ તેની સાથે સંપર્ક તોડી નાખ્યો હતો અને મોબાઇલ નંબર પણ બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ યુવક સંપર્ક કરવા પ્રયાસ કરતા યુવતીએ માતાને વાત કરી હતી અને યુવકે આપેલી તમામ વસ્તુઓ પરત આપી દીધી હતી. ચાર મહિના પહેલા યુવતી કામ અર્થે જતી હતી ત્યારે આરોપી ઘર પાસે ગાડી લઇને ઉભો રહ્યો હતો અને કહ્યું હતું કે, મારી સાથે વાત કર પરંતું ના પાડીને તે જતી રહી હતી. બીજી તરફ અવાર નવાર યુવક ઘર પાસે આવતો હતો અને પીછો કરી છેડતી કરતો હતો અને પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી.