મહિલાના સંપર્ક આવતાં નોકરી અપાવવાની વાત થઇ ત્યારે ફોનનો ગેર લાભ ઉઠાવ્યો
કૃષ્ણનગર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઠક્કરબાપાનગરમાં રહેતી અને કંપનીમાં એચઆર મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલાના ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૃા.૧.૧૩ લાખ ટ્રાન્સફર કરી ઠગાઇ આચરી હતી. જેમાં ઇમેઇલ દ્વારા સ્ટેટમેન્ટ આવતા તેમાં ઓછા રૃપિયા બતાવતા સાયબર ફ્રોડની જાણ થઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી મહિલાના સંપર્ક આવ્યો ત્યારે નોકરી અપાવવાની વાત થઇ હતી દરમિયાન મહિલાના ફોનનો ઉપયોગ કરીને રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઇમેઇલ ઉપર સ્ટેટમેન્ટ આવતા સાયબર ફ્રોડની જાણ થઇ હતી કૃષ્ણનગર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઠક્કરબાપાનગરમાં રહેતા અને એચ.આર.મેનેજર તરીકે ખાનગી કંપનીમાં ફરજ બજાવતા રશ્મીબહેન કુંદનદાસ ચેલાણીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં રવિભાઇ નામની વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે ગત મે મહિનામાં બેંકમાંથી ઇ મેલ ઉપર સ્ટેટમેન્ટ આવ્યું હતું. તેમના સવિંગ્સ એકાઉન્ટમાંથી રૃા.૧.૧૩ લાખ રૃપિયા ઓછા હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી ફરિયાદી મહિલાએ બેંકના કસ્ટમર કેરમાં ફોન કરી પૂછપરછ કરતા રવિભાઇના બેન્ક એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર થયા હોવાની જાણ થઇ હતી. ત્યારબાદ તપાસ કરતા મહિલા એચ.આર.મેનેજર તરીકે નોકરી કરતા હતા તે સમયે તેમની મુલાકાત આ યુવક સાથે થઇ હતી અને સાથે નોકરી અપાવવાની વાત કરેલી હતી તે દરમિયાન ફોનનો ઉપયોગ કરીને ગત તા.૧૫ જાન્યુઆરીથી તબક્કાવાર રૃા. ૧.૧૩ લાખ રૃપિયા પોતાના ખાતામાં ટ્રાન્ફર કરી દીધા હતા.