જીવનસાથી મેરેજ એપ્લીકેશનથી યુવતીનો સંપર્ક કરી પોતે અપરણિત હોવાનું કહ્યું
કોર્ટમાં લગ્ન કરવાની વાત કરતાં યુવક ઘરે છોડીને જતો રહ્યો
રામોલમાં રહેતા યુવકે જીવનસાથી મેરેજ એપ્લીકેશન દ્વારા મહિલાનો સંપર્ક કરીને પ્રેમજાળમાં ફસાવી હતી અને મંદિરમાં લગ્નનું નાટક કરીને દુષ્કર્મ આચરતા મહિલા ગર્ભવતી બની હતી દરમિયાન યુવકે ચાર વર્ષ પહેલા બીજી મહિલા સાથે મંદિરમાં લગ્ન કર્યા હોવાની મહિલાને જાણ થઇ હતી જેથી તેણીએ કોર્ટમાં લગ્ન કરવાની વાત કરતાં આરોપી મહિલાને ઘરે છોડીને જતો રહ્યો હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે દુષ્કર્મ સહીતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
હાથીજણની મહિલા ભાગીને આવી હતી ચાર વર્ષ પહેલા યુવકે એક મહિલા સાથે લગ્ન કર્યાની જાણ થતાં કોર્ટમાં લગ્ન કરવાની વાત કરતાં યુવક ઘરે છોડીને જતો રહ્યો
મહારાષ્ટ્રની વતની અને હાથીજણમાં રહેતી ૩૪ વર્ષીય યુવતીએ યુવક સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ પહેલા જીવનસાથી મેરેજ એપ્લીકેશન દ્વારા આરોપી સાથે થયો હતો. ત્યારબાદ બન્ને ફોન ઉપર વાતચીતો કરતા હતા. ગત ૧૬ ડિસેમ્બર ૨૦૨૩મા બે વખતં યુવક મહિલાના ઘરે ગયો હતો અને તેના માતા-પિતાને તે અપરણિત હોવાનું અને એકબીજાને પ્રેમ કરીએ છીએ માટે લગ્ન કરવા માંગીએ છીએ તેમ કહ્યું હતું પરંતું મહિલાના માતા-પિતાએ લગ્ન કરવાની ના પાડી હતી. જેથી યુવકે હું કહુ ત્યારે અમદાવાદ આવી જજે તેમ કહ્યું હતું જેને લઇને જાન્યુઆરી ૨૦૨૪માં મહિલા યુવકના ઘરે રહેવા આવી હતી અને ઓઢવમાં આવેલ પંચદેવ મંદિરમાં ફુલહાર કરીને લગ્ન કર્યા હતા.
ત્યારબાદ બન્ને પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા. જ્યાં યુવકે વિશ્વાસ કેળવીને મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચરતા મહિલા ગર્ભવતી બની હતી બીજીતરફ યુવર ઉપર કોઇ મહિલાનો ફોન આવતા મહિલાએ કોનો ફોન છે પૂછતા અને કોર્ટ મેરેજ કરવાનું કહેતા તકરાર કરતો હતો અને મહિલાને ઘરે છોડીને જતો રહ્યો હતો. ભોગ બનનાર મહિલાએે જે મહિલાનો ફોન આવ્યો તેને ફોન કરતા જાણવા મળ્યું હતું કે આરોપી યુવકે વર્ષ ૨૦૨૦માં તેની સાથે પણ મંદિરમાં લગ્ન કર્યા હતા. બીજીતરફ મહિલાએ ફોન કરતા મારે તારી સાથે કોઇ સંબંધ નથી તુ તારા રસ્તે હું મારા રસ્તે કહીને ફોન કહીને કટ કરી નાખ્યો હતો. આ બનાવ અંગે રામોલ પોલીસે યુવક સામે દુષ્કર્મ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.