Breaking
Sun. Sep 15th, 2024

જુગારની બાજી માંડી બેઠેલા 34 ગેમ્બલર પોલીસની ઝપટે ચડયાં

Spread the love

– બોરતળાવ, બોટાદ, બોટાદ એલસીબી, રાણપુર અને ધંધુકા પોલીસના દરોડા

– રોકડ, મોબાઈલ ફોન, બાઈક, ટોર્ચ અને ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો, એક શખ્સ ફરાર

ભાવનગર : ભાવનગર શહેર, બોટાદ જિલ્લા અને ધંધુકા પંથકમાં જુગારની બાજી માંડીને બેઠેલા ૩૪ ગેમ્બલર પોલીસની ઝપટે ચડયાં હતા. જુદા-જુદા પાંચ શખ્સે પોલીસે પાડેલા દરોડામાં રોકડ, મોબાઈલ ફોન, બાઈક, ટોર્ચ અને ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
પ્રથમ બનાવમાં બોટાદના સાળંગપુર રોડ, મહમદનગર, પાણીની ટાંકીના વાલ પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ઝાકીર સલીમભાઈ ઉનાણી, સોહિલ ઉર્ફે બકરી સલીમભાઈ ધાનાણી, યુસુફ ઉર્ફે દુડી બાબાભાઈ કાસલિયા અને મહમદ અભરામભાઈ મીણાપરા નામના ચાર જુગારીને બોટાદ પોલીસે રોકડ, ગંજીપાના સાથે દબોચી લીધા હતા. બીજા બનાવમાં બોટાદ એલસીબીની ટીમે રાણપુર તાલુકાના અળવ ગામથી બોટાદના રસ્તે દરબારી સીમમાં ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમતા ગોબર ઉર્ફે મુકેશ ભીખાભાઈ જાંબુકિયા, નારણ મગનભાઈ જાંબુકિયા, બળદેવ ચતુરભાઈ પરમાર, હિતેષ કાનજીભાઈ રાઠોડ, ઘનશ્યામ ભીખાભાઈ જાંબુકિયા, રમેશ ઈશ્વરભાઈ પરમાર, પ્રવીણ કવાભાઈ ડણિયા, દેવજી ઈશ્વરભાઈ ચૌહાણ, મુકેશ દયાળભાઈ બાટિયા, મનજી ચતુરભાઈ પરમાર, મુકેશ ભીખાભાઈ કાલિયા, નરેશ કવાભાઈ ડણિયા અને દયારામ સુખાભાઈ સોનાગરા નામના ૧૩ શખ્સને રોકડ, ટોર્ચ લાઈટ, ગંજીપાના સાથે ઝડપી લઈ રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્રીજા બનાવમાં રાણપુર તાલુકાના કેરિયા ગામથી ધારપીપળાના માર્ગે જુગાર રમી રહેલા દેવજી રઘાભાઈ મેટાળિયા, રાજુ મશરૂભાઈ કટકિયા, વિપુલ દેવશીભાઈ મેટાળિયા, અટનુસ ધારશીભાઈ સાંકળિયા, જીજ્ઞોશ વશરામભાઈ અણિયાળિયા અને બટુક રઘાભાઈ મેટાળિયા નામના છ શખ્સને રોકડ, ગંજીપાના સાથે રાણપુર પોલીસે ઝબ્બે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથા બનાવમાં ધંધુકા શહેરના દેકાવાડા હવેલીના ઓટલે તીનપત્તીનો જુગાર રમતા વિશાલ જગદીશભાઈ જાદવાણી, મૌલિક સંજયભાઈ શાહ અને જયદીપ કમલેશભાઈ સોમાણી નામના ત્રણ જુગારીને અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે રોકડ, બે મોબાઈલ ફોન સાથે ઝડપી લીધા હતા. જ્યારે સાફીલ મેમણ નામનો એક શખ્સ નાસી જતાં એલસીબીએ તમામ સામે ધંધુકા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પાંચમાં બનાવમાં ધંધુકા પોલીસના સ્ટાફે ભલગામડા ગામે દરોડો પાડી ભાવેશ ઉર્ફે ડુઘો પ્રેમજીભાઈ કુકવાવા, હર્ષદ ઉર્ફે ગોબર મુકેશભાઈ ઝાપડિયા, રવિ મનજીભાઈ નદાસિયા, રાજેશ ઉર્ફે ભોલો પંકજભાઈ નદાસિયા અને મથુર બચુભાઈ દલોલિયા નામના પાંચ શખ્સને રોકડ, ચાર મોબાઈલ ફોન, એક બાઈક અને ગંજીપાના સાથે દબોચી લઈ જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

છઠ્ઠા બનાવમાં ભાવનગર શહેરના બોરળતાવ, આરટીઓની બાજુમાં નાળા પાસેની ખુલ્લી જગ્યામાં હાથકાપનો જુગાર રમતા ભુપત ઉર્ફે પ્રવીણ બચુભાઈ બોરાણા, સંજય ગોવિંદભાઈ મકવાણા અને હર્ષદ જગદીશભાઈ ખોખર નામના શખ્સોને બોરતળાવ પોલીસે ઝડપી લઈ લોકઅપ હવાલે કર્યા હતા.

By admin

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *