તહેવારોમાં પૂર્વ વિસ્તારમાં ચોર અને લૂંટારુ ટોળકીએ તરખાટ મચાવ્યો હતો અને રેકી કરીને બંધ મકાનોને ટાર્ગટ કર્યા હતા. નિકોલમાં પત્ની સંતાનો સાથે પિયરમાં રક્ષાબંધન કરવા માટે ગઇ હતી. જ્યારે પતિ ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. જેનો લાભ ઉઠાવીને તસ્કર ટોળકીએ મકાનના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યા બાદ કબાટમાંથી રોકડા રૃા. ૫૪ હજારની ચોરી કરી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વેપારી રાતે ઘર બંધ કરીને ગયા અને સવારે ચોરીની ખબર પડી, બેડરુમના કબાટમાંથી રોકડા રૃા. ૫૪ હજારની ચોરી, જાણભેદુ હોવાની શંકા આધારે પોલીસની તપાસ
નિકોલમાં ખોડીયારનગર પાસે રહેતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૮ના રોજ તેમની પત્ની સંતાનો સાથે પિયરમાં રક્ષાબંધન કરવા માટે ગઇ હતી.
બીજીતરફ યુવક તા. ૨૨ના રોજ મધરાતે મિત્રો સાથે ચોટીલા મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને સવારે તેમની માતા ઘરે પાણી ભરવા માટે ગયા ત્યારે મકાનના તાળા તૂટયા હોવાની જાણ થઇ હતી. યુવકે આવીને જોયું તો બેડરુમમાં મુકેલા કબાટના ડ્રોઅરમાંથી રોકડા રૃા.૫૪,૦૦૦ની ચોરી થઇ હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે ચોરીનો ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ જાણભેદુ હોવાની શંકા આઘારે તે દિશામાં તપાસ શરુ કરી છે.