રહેણાંક મકાનમાં ગેરકાયદેસર કતલખાનું ધમધમતું હતું
બહારથી ગાયો લાવીને કતલ કરી અને તેનું માસ વેચવામાં આવતું હતું
જીવતી મળી આવેલા ગાયોને ગૌશાળામાં મોકલવામાં આવી
કલોલ તાલુકાના જામળા ગામે રહેણાંક મકાનમાં કતલખાનું ચલાવવામાં આવતું હતું અહીં બહારથી ગાયો લાવીને કાપવામાં આવતી હતી અને તેનું માસ વેચવામાં આવતું હતું તે બાબતે પોલીસને જાણ થતા પોલીસે દરોડો પાડયો હતો પોલીસે દરોડો પાડયો ત્યારે બે ગાયો કાપવામાં આવેલી હતી અને તેનું માસ મળી આવ્યું હતું તેમ જ સ્થળ પરથી એક ગાય બાંધેલી મળી આવી હતી અને બીજી ગાયો તેમજ વાછરડા ઘરની બહાર બાંધેલા મળી આવ્યા હતા પોલીસે ચાર લોકોની ધરપકડ કરીને તેમની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
કલોલ તાલુકાના જામળા ગામે રહેતો લાલાભાઇ મણીલાલ સેનમાં પોતાના ઘરમાં કતલખાનું ચલાવે છે તેવી ખાનગી બાતમી તાલુકા પોલીસને મળતા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે દરોડો પાડયો ત્યારે ઘરના એક ઓરડામાં બે ગાયો કાપવામાં આવેલી હતી અને અન્ય એક ગાય જીવતી બાંધવામાં આવી હતી તેમજ તપાસમાં અન્ય ગાયો તથા વાછરડા ઘરની બહાર બાંધવામાં આવેલા હતા. પોલીસે મકાન માલિક લાલાભાઇ મણીલાલ સેનમાં તથા વસીમ શાહબુદ્દીન બાબુ કુરેશી રહે સન્મા સોસાયટી જુહાપુરા અમદાવાદ તથા અશફાક ઉર્ફે સલમાન અલારબખા અબ્દુલ બહેલીમ, રહે અબ્દુલ મુન્ના ફ્લેટ ફતેવાડી કેનાલ પાસે અંબા ટાવર સામે અમદાવાદ અને મહંમદ રફીક મોહમ્મદ હનીફ અલી ભાઈ કુરેશી રહે બ્લોક નંબર ૯ સંતોષ નગર બહેરામપુરા અમદાવાદ ની ધરપકડ કરી હતી પોલીસે કતલખાના બાબતે મકાન માલિક લાલાભાઇ મણીભાઈ સેનમાં ની પૂછતાછ હાથ ધરતાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તેનો દીકરો વિઠ્ઠલ ઉર્ફે ભુપત લાલાભાઇ સેનમાં ગામમાંથી તથા આસપાસના ગામોમાંથી દૂધ આપતી ન હોય તેવી ગાયો ને સસ્તા ભાવે ખરીદીને લાવતો હતો અને અહીં લાવી અમદાવાદ થી માણસો બોલાવી તેનું કતલ કરવામાં આવતું હતું અને માસ તેમને વેચવામાં આવતું હતું તે મુજબની કબુલાત કરતા પોલીસે તેના દીકરા સામે પણ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે પોલીસે કતલખાનામાંથી ગાય કાપવા માટેના જુદા જુદા નાના મોટા છરા તથા કુહાડી અને વજન કાંટો વગેરે જપ્ત કર્યા હતા તેમ જ માસની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા વાહનો જપ્ત કર્યા હતા પોલીસે પીકપ ડાલુ નંબર જીજે ૧૮ મપ ૬૫૩૧ કિંમત રૃપિયા બે લાખ તથા લોડીંગ રીક્ષા નંબર યલ ૨૭ અ ૨૬ ૧૪ કિંમત રૃપિયા ૫૦ હજાર તથા એકટીવા નંબર યલ ૦૧ ટન ૮૦૨૯ કિંમત રૃપિયા ૪૦,૦૦૦ તથા મોબાઈલ નંગ બે અને વજન કાંટો વગેરે મળીને કુલ રૃપિયા ૩,૦૬,૧૪૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો પોલીસે તમામને જેલના સળિયા પાછળ ધકેલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.