ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીમાં તરબોળ થયા છે
વરસતા વરસાદ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી ઇન્ફોસિટી પોલીસ મથકના પીએસઆઈ સહિતના સ્ટાફે લોકોને સલામત સ્થળે ખસેડ્યા
સતત વરસતા વરસાદ વચ્ચે પોલીસની ઉમદા કામગીરી સતત વરસતા અને ઢીંચણ સામા પાણી માં ઇન્ફોસીટી પોલીસ મથકના પીએસઆઇ સહિતના સ્ટાફે પોલીસની ફરજ નિભાવી.
ધોળાકુવા નજીક ચાલી રહેલ રોડ રસ્તાના કામકાજના લીધે ઢીંચણ સમા પાણી ભરાયા હતા. પાણી ભરાતા ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા.
જીએસઆરટીસી ની બસ પાણીમાં બંધ થઈ જતા તાત્કાલિક જેસીબી બોલાવીને પાણીમાંથી નીકાળી અંદર બેઠેલા તમામ પેસેન્જરને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા.
વરસતા વરસાદમાં પણ પોલીસનું પેટ્રોલિંગ લોકોની વચ્ચે જઈ લોકોની ખબર પૂછવા પી.આઈ સહિત સ્ટાફ પહોંચ્યો.