માણસા તાલુકાના અંબાજીપુરા અનોડીયા ગામનો યુવક તેના મિત્રોને જમીન નો સોદો કરવાનો હોવાથી ખેતરમાં હાજર હતો તે વખતે ગામમાં રહેતા ચાર ઈસમોએ જુની અદાવતમાં જમીન વેચવા દેવાની ના પાડી બોલાચાલી કરી યુવક પર લોખંડની એંગલ અને લાકડીઓ તેમજ ગડદાપાટુનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ભાગી છુટયા હતા જે બાબતે ઇજાગ્રસ્ત યુવકે ચારે ઇસમો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકાના અંબાજીપુરા ગામ અનોડીયા ખાતે રહેતો અને ખેતીવાડી કરી પરિવારનું ગુજરાત ચલાવતો ૨૬ વર્ષીય ભાવુસિંહ ફુલસિંહ રાઠોડ ગત ૨૦ તારીખે સવારે પોતાનું બાઈક લઇ મહુડી ખાતે ગયો હતો અને ત્યાંથી પરત આવતી વખતે તેના પર મિત્ર અરવિંદસિંહ નો ફોન આવ્યો હતો અને જો તમારે જમીન વેચવાની હોય તો અમે જોવા માટે આવીએ છીએ તેવું કહેતા યુવક તેના મિત્ર સાથે તેનું ખેતર બતાવવા માટે અનોડીયા ગામની સીમમાં લઈ ગયો હતો અને તે વખતે આ યુવક તેમજ અન્ય બે એમ ત્રણ વ્યક્તિઓ જમીન બાબતે ચર્ચા કરી રહ્યા હતા તે વખતે અનોડીયા ગામમાં રહેતા બાપુસિંહ નેનસિંહ રાઠોડ, મેહુલસિંહ બાપુસિંહ રાઠોડ,લાલસિંહ નેનસિંહ રાઠોડ અને શુભમસિંહ ચતુરસિંહ રાઠોડ હાથમાં લોખંડની એંગલ લાકડીઓ સાથે આવી પહોંચ્યા હતા અને ભાવુસિંહના મિત્રને કહેવા લાગ્યા હતા કે અમારે આની સાથે જૂની અદાવત છે એટલે તેની જમીન વેચવા દેવાની નથી એવું કહી ઉશ્કેરાઈ જઈ ગાળા ગાળી કરવા લાગ્યા હતા જેથી ભાવુસિંહે ગાળો બોલવાની ના પાડતા ચારેય ઈસમોએ લોખંડની એંગલ અને લાકડીઓ તેમજ ગઢડા પાટુનો માર મારવા લાગ્યા હતા તો આ વખતે લોખંડની એન્ગલ વાગવાથી યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ચારે હુમલાખોર ત્યાંથી ભાગી છુટયા હતા. જે બાદ ઇજાગ્રસ્તને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને યુવકની ફરિયાદના આધારે માણસા પોલીસે હુમલાખોર ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.