Breaking
Sun. Sep 15th, 2024

ખોરજ, મોટા ઇસનપુર અને સોનારડામાંથી 15 જુગારીઓ પકડાયા, ૫૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે

Spread the love

 ગાંધીનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર જામી ગયો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક ઠેકાણે જુગારધામો શરૃ થઈ ગયા છે સ્થાનિક પોલીસ દ્વારા ખોરજમોટા ઇસનપુર અને સોનારડા ગામમાં દરોડો પાડીને જુગાર રમતા ૧૫ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી ૫૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો.

ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી જુગારની પ્રવૃત્તિને પગલે પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરીને અલગ અલગ સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે અડાલજ પોલીસની ટીમને બાતમી મળી હતી કે ખોરજ ગામની સીમમાં પરિશ્રમ ફ્લોરેંજા ફ્લેટની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળીને જુગાર રમી રહ્યા છે. જેના પગલે દરોડો પાડી જુગાર રમતા ખોરજના સંજય ભલાભાઇ રાવળ, અમદાવાદના રામજી પરબતભાઈ રાવળ, દશરથભાઈ છગનભાઈ રાવળ, પ્રહલાદભાઈ બાબુભાઈ રાવળ, રાહુલ ભીખાભાઈ રાવળ અને રાયસણના કલ્પેશ સરતાનભાઇ રાવળને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૧૧,૨૭૦ની રોકડ કબજે કરવામાં આવી હતી બીજી બાજુ ચિલોડા પોલીસે મોટા ઇસનપુર ગામમાં દરોડો પાડીને જુગાર રમતા ઇશાનપુર ગામના કનુભાઈ ભાઈસંગભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ રણજીતસિંહ બિહોલા, કિરણકુમાર હરેશભાઈ પટેલને ઝડપી લીધા હતા જ્યારે પ્રકાશ મહેશભાઈ પટેલ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જેમની પાસેથી ૧,૧૭૦ની રોકડ કબજે કરવામાં આવી હતી બીજી બાજુ ડભોડા પોલીસ દ્વારા સોનારડા ગામની સીમમાં દરોડો પાડીને જુગાર રમતા અમદાવાદના ચેતનકુમાર પ્રગજીભાઈ રાણપરીયા, ભીખુભાઈ પોપટભાઈ પટેલ, રમેશભાઈ કાનજીભાઈ પીણાવા,ભરતભાઈ શામજીભાઈ પટેલ, વિપુલભાઈ નાથાભાઈ ગોંડલીયા, મનુભાઈ મોહનભાઈ ધાનાણીને ઝડપી લેવામાં આવ્યા હતા જેમની પાસેથી ૩૨ હજાર ઉપરાંતની રોકડ કબજે કરવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર જામ્યો

સ્થાનિક પોલીસ દ્વારા બાતમીના આધારે અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને ૫૦ હજાર ઉપરાંતનો મુદ્દા માલ કબજે કરાયો

By admin

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *