જિલ્લામાં ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગરના મહિલા વકીલને શેર બજારમાં કમાણીની લાલચ આપીને તબક્કાવાર રૃપિયા જમા કરાવી પ્રોફિટ બતાવી ૬૮.૧૨ લાખ રૃપિયાની છેતરપિંડી સાઇબર ગઠિયાઓ દ્વારા કરવામાં આવી છે.જે મામલે યુવાને ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
છેલ્લા ઘણા સમયથી સાઇબર ગઠિયાઓ દ્વારા મહિલાઓ અને શિક્ષિત પુરુષોને પણ અલગ અલગ પ્રકારની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે આ વખતે ગાંધીનગરમાં સેક્ટર ૨૯માં રહેતા અને વ્યવસાય કરતા સીમાબેન વિકાસભાઈ લાડને નિશાન બનાવવામાં આવ્યા છે. ગત છ જૂનના રોજ તેમને વોટ્સએપ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ તેમજ ટ્રેડિંગ કરી પ્રોફિટ કરવા માટે મેસેજ આવતા હતા અને ગ્પમાં જોડાવાનું કહેવામાં આવતું હતું. જેના પગલે તેમણે ચેટિંગ કરતા સામેવાળા શખ્સે પોતાનું નામ જીલ હોવાનું જણાવી ઇન્વેસ્ટમેન્ટ માટે નવું ડિમેટ એકાઉન્ટ ખોલાવવું પડશે તેમ કહ્યું હતું ત્યારબાદ ખરીદ વેચાણ કરવાનું તેમ જ એકાઉન્ટ મારફતે ટ્રેડિંગ કરી શકાશે તેમ કહેવામાં આવ્યું હતું ત્યારબાદ તેમનો નંબર ગુ્રપમાં એડ કરવામાં આવ્યો હતો અને તબક્કાવાર તેમણે ૬૮.૧૨ લાખ રૃપિયા જેટલું રોકાણ કરી દીધું હતું અને તેની સામે નફો પણ એપ્લિકેશનમાં દેખાતો હતો પરંતુ તે ઉપાડવા માટે પ્રયાસ કરતા રૃપિયા ઉપડી શક્યા ન હતા. જે ઉપાડવા માટે અલગ અલગ ચાજસની માંગણી કરવામાં આવી હતી અને જેના કારણે તેમને છેતરાયાનો અહેસાસ થયો હતો. જેથી આ મામલે તેમણે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ૬૮.૧૨ લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
સાયબર ગઠિયાઓએ વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને ગઠીયાઓ દ્વારા લિંક મોકલીને છેતરપિંડી આચરવામાં આવી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી