Breaking
Thu. Dec 12th, 2024

અમદાવાદમાં પોલીસકર્મીએ ઓફિસમાં જ ગોળી મારી કર્યો આપઘાત, રહસ્ય અકબંધ

Spread the love

અમદાવાદની પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ જાતે જ ગોળી મારી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બે દિવસ પહેલાં જ આ પોલીસકર્મીને નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર મુકવામાં આવ્યા હતા અને રાયલ તથા કારતૂસ આપવામાં આવ્યા હતા. આપઘાતના પગલે પોલીસબેડામાં આઘાતની લાગણી વ્યાપી જવા પામી છે.

આ મામલે પોલીસ અકસ્માતનો ગુનો નોંધ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને તપાસના આદેશ પણ આપ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ બજાવતા પોલીસકર્મી જિતેન્દ્ર વાજાએ જાતે જ ગોળી મારી આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ જિતેન્દ્ર વાજાને બે દિવસ પહેલાં જ અમદાવાદની પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ પર મુકવામાં આવ્યા હતા. તેમને રાયફલ અને 20 જેટલા કારતૂસ પણ આપવામાં આવ્યા હતા. ગત મોડી રાત્રે કરેલા આપઘાતની જાણ આજે સવારે થઇ હતી. આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે. તપાસ બાદ રહસ્ય પરથી પડદો ઉંચકાશે.

આ ઘટના બાદ શહેર પોલીસ કમિશનરે મૃતકના પરિવારને સાંત્વના આપી હતી. આ મામલે પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. તેમન સમગ્ર કેસની તપાસના આદેશ આપ્યા છે. આજે 15મી ઓગસ્ટે ધ્વજ વંદનના કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *