Breaking
Sun. Sep 15th, 2024

સુરત પોલીસે બતાવ્યો પાવર: કરોડોની છેતરપિંડી કરનારા 27 આરોપીની ધરપકડ, હીરાના 5 હજાર વેપારીને કર્યા એલર્ટ

Spread the love

સુરતના જિલ્લામાં હીરાના વેપારીઓ સાથે છેતરપિંડીની ઘણી ફરિયાદો નોંધાય છે. એક બાજું સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ ચાલી રહ્યો છે, ત્યારે મહીધરપુરા PIએ મહીધરપુરા હીરા બજારમાં છેલ્લા 20 દિવસમાં બે લાખથી માંડીને 30 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદોને ધ્યાને આવતાં પાંચ હજારથી વધુ વેપારીઓને એકઠા કરી માઈક વડે સૂચના આપવાની સાથે એલર્ટ કર્યાં હતા. મહીધરપુરા પોલીસ દ્વારા હીરા બજારમાં થતી છેતરપિંડીની ફરિયાદોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન છેલ્લા 7 મહિનામાં 16 વેપારીઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેવામાં પોલીસે વેપારી સાથે 13 કરોડની છેતરપિંડી કરનાર 27 આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યાં હતા.

મહીધરપુરા પોલીસ સ્ટેશનના PIએ શું કહ્યું?

મહીધરપુરા પોલીસ સ્ટેશનના PI જણાવ્યું હતું કે, જુલાઈ મહિનાના અંત સુધી નોંધાયેલા 16 ગુનામાં 14 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર 27 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગત વર્ષે હીરા બજારમાં છેતરપિંડીને લઈને 93 અરજી કરવામાં આવી હતી. બીજી તરફ, અમારા વારંવાર અભિયાન ચલાવીને પ્રોત્સાહન આપવાથી જુલાઈ મહિના સુધીમાં 96 જેટલી અરજી મળતાની સાથે તેના પર કામગીરી હાથ ધરવામાં આવી છે.

કરોડોના હીરાના વેપારમાં થતી છેતરપિંડીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહીધરપુરા પોલીસ સ્ટેશનના PI દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મહીધરપુરા PIને સૂચન આપતા જણાવ્યું હતું કે, સ્થળ પર જઈ તમામ વેપારીઓને સાવચેતી રાખવા જણાવવું. ત્યાર પછી PI દ્વારા પાંચ હજાર હીરાના વેપારઓને રસ્તા પર એકઠા કરીને દરેક વ્યવહારમાં સાવચેતી રાખવા સમજાવવામાં આવ્યાં હતા.

પોલીસે ચાર આરોપીને પકડીને હીરબજારમાં સરઘસ કાઢ્યું, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

મહીધરપુરાના હીરા બજારમાં અબજો રૂપિયાના વ્યવહાર થતાં હોવાની સાથે અનેક વેપારીઓ અને દલાલ છે. જ્યારે મોટી સંખ્યામાં વ્યવહાર થતા હોવાથી વેપારી સાથે છેતરપિંડીની ઘણી બધી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતી હોય છે. આ દરમિયાન પોલીસ દ્વારા હીરાના વેપારીઓની સાવચેતીને ધ્યાનમાં રાખીને એક્શન મોડમાં કામગીરી કરી રહી છે, ત્યારે મહીધરપુરા પોલીસે થોડા સમય પહેલા હીરાના વેપારી સાથે છેતરપિંડી કરનાર ચાર આરોપીને પકડીને હીરબજારમાં સરઘસ કાઢ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ પછી પોલીસ દ્વારા વેપારીઓ સાથે છેતરપિંડી કરનારને બરાબર પાઠ ભણાવવાની કામગીરીને લોકોએ વખાણી હતી.

પોલીસ કમિશનરે શું કહ્યું?

પોલીસ કમિશનરે સૂચના આપતા જણાવ્યું હતું કે, ‘પ્રજા વચ્ચે જઈને વેપારીઓ સાથે સીધો સંવાદ કરવાનો પ્રયત્ન કરો અને અજાણી જણાતી વ્યક્તિ સાથે વ્યવહાર ન કરીને શાખ ધરાવતી પેઢી કે વેપારી સાથે વેપાર કરવો જોઈએ. કોઈ ગુના અર્થે પોલીસ પાસે આવવા માટે

By admin

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *